રાજકોટ-

ટૂંક સમયમાં રાજકોટ ખાતે શરુ થશે ઇલેક્ટ્રિક-બસ સેવા પ્રદુષણ મુક્ત પર્યાવરણ અને સતત વધતા ઇંધણના ભાવ વચ્ચે આ ઇલેક્ટ્રિક બસ સેવા મનપા માટે અને રાજકોટ વાસીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. બીઆરટીએસ રોડ પર દોડાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં માર્ચ મહિનાથી રાજકોટમાં 20 ઈ-બસ દોડશે. માધાપર ચોકડીથી ગોંડલ રોડ સુધી ઇ-બસ સેવા શરુ કરવામાં આવશે. અમુલ ચોકડી પાસે ઇ-બસનું ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવશે. કુલ 50 ઇલેક્ટ્રિક બસમાંથી 20 બસ આ માસ ના અંતે રાજકોટમાં આવી જશે. કેન્દ્ર સરકાર દ્વારા યોજના હેઠળ ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે તેના વપરાશ પ્રતિ કિલોમીટર રૂ.૨૫ સુધીની સબસીડી આપવામાં આવવાની છે. આગામી સમયમાં વધુ બસ મળતા ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ સીટી બસમાં પણ કરવામાં આવશે. રાજકોટના બીઆરટીએસ ટ ઉપર આગામી માર્ચ મહિનાથી ઈલેકટ્રીક બસો દોડવા લાગશે. અંદાજે તા.1લી અથવા બીજી માર્ચના રોજ 20 ઈલેકટ્રીક બસ પ્રથમ તબકકામાં આવી પહોંચશે. શહેરમાં કુલ 50 ઈલેકટ્રીક બસ દોડાવવાનું આયોજન છે.