ગાંધીનગર-

જામનગરમાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે. તેવામાં વધુ એક બીમારીએ આફત સર્જી છે. આ બીમારીનું નામ મ્યુકરમાઈકોસિસ છે. કોરોનાના લક્ષણો વચ્ચે દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસના લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીમાં આ ફંગસના લક્ષણો જાેવા મળી રહ્યા છે. શહેરની જીજી હોસ્પિટલમાં એક સમયે ૧૫ દર્દીઓથી મ્યુકર માઈક્રોસીસનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો આજે આ આંક ૧૧૬ પર પહોંચ્યો છે.

જામનગર સહિત રાજ્યમાં કોરોના કૂણો પડ્યો ત્યાં મ્યુકરમાઈકોસિસે માથું ઊચક્યું છે. કોરોનાના કેસમાં દિવસે-દિવસે ઘટાડો જાેવા મળી રહયો છે. તો બીજી તરફ મ્યુકરમાઈક્રોસીસના દર્દીઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આજે પણ ત્રણેક દર્દીનો વધારો થતા કુલ દાખલ દર્દીની સંખ્યા ૧૧૭ની થવા પામી છે. જી.જી.હોસ્પિટલમાં હાલ મ્યુકર માઈકોસિસના ૧૧૬ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ૧૫ દિવસ પહેલા ૧૪ દર્દીઓ દાખલ હતા, ત્યારે હવે તેની સંખ્યા બે અંકમાંથી વધીને ત્રણ અંક પર પહોંચી ગઈ છે. જી.જી.હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના ૧૧૬ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. મ્યુકરમાઇકોસિસની સારવાર ત્રણથી ચાર અઠવાડિયા ઓછામાં ઓછી ચાલે છે. જામનગરમાં હાલ દરરોજ ૬થી વધારે દર્દીઓની સર્જરી પણ કરવામાં આવે છે. અત્યાર સુધી ૨ લોકોના મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. તો બીજી તરફ ૫ દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. જી.જી હોસ્પિટલમાં હાલ ત્રણ વોર્ડ કાર્યરત છે. કેસમાં વધારો થતાં નવા વોર્ડ પણ શરૂ કરવામાં આવશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ રોગની સારવાર માટેના ઇન્જેક્શન પણ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર જામનગર સહિત ૭ મહાનગર પાલિકામાં આવેલ ૮ સરકારી હોસ્પિટલમાંથી પણ હવે મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટેના ઈન્જેકશન આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન મુજબ નક્કી કરેલા ભાવ મુજબ ઈન્જેકશન આપવમાં આવશે.