દિલ્હી-

દેશમાં કોરોના વાયરસ સામે મહાઅભિયાન શરૂ થવા પર સિરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલાએ કહ્યું તે ભારતના વડાપ્રધાન મોદી અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવે છે. તેમણે કહ્યું કે ભારતે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરી દીધું છે અને આ મારા માટે ગર્વની વાત છે કે કોવિશિલ્ડ આ અભિયાનનો હિસ્સો છે. મેં પણ મારા કર્મચારીઓ સાથે રસી લીધી છે.

જોકે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને સંબોધન કરતા ભાવુક થયા. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળ દરમિયાન આપણા કેટલાંક સાથીઓ એવી રહ્યાં જે બીમાર થઇ હોસ્પિટલ તો ગયા પણ પરત ફર્યાં નહી. પીએમ મોદીએ કહ્યું કે સંકટના તે સમયમાં, નિરાશાના એવા વાતાવરણમાં, કોઇ આશાનું કિરણ લાવી રહ્યું હતું, આપણને બચાવવા માટે પોતાના પ્રાણોને સંકટમાં નાંખી રાખ્યા હતા. આ લોકો હતા આપણા ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, આશા વર્કર, સફાઇ કર્મચારી, પોલીસ અને બીજા ફ્રંટલાઇન વર્કર્સને વેકસીન આપવામાં આવી રહી છે.