પાવીજેતપુર, પાવીજેતપુર તાલુકાના ઉમરવા ગામે ૪ કોરોના ગ્રસ્ત મતદાતાઓએ આરોગ્ય ટીમ ના માર્ગદર્શન હેઠળ પીપીઈ કીટ પહેરી મતદાન કર્યું હતું. પાવીજેતપુર તાલુકાના ઉમરવા ગામે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવનાર એવા ચાર મતદાતાઓએ મહત્તમ મતદાન પતી ગયા પછી પીપીઇ કીટ પહેરી આરોગ્ય ટીમ ના માર્ગદર્શન હેઠળ મતદાન કર્યું હતું. મતદાન મથક ઉપર ઉપસ્થિત ડો. હિરેન રાઠવા ના જણાવ્યા મુજબ ઉમરવા ગામે રહેતા યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો તેની સાથે રહેતાં તેમની ધર્મપત્ની ને પણ કોરોના પોઝિટિવ આવતા બંને પતિ પત્ની ને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક ઇસમની તબિયત બગડતા તેઓને વડોદરા મુકામે દાખલ કરવામાં આવ્યા હોઈ, જ્યાં તેઓનો રીપોર્ટ કઢાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ વડોદરા દવાખાના માં દાખલ છે, પરંતુ તેમના પત્ની તેમજ તેમનો પુત્ર ઉમેરવા મુકામે હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હોઇ, આમ કુલ ચાર વ્યક્તિઓને કોરોના પોઝિટિવ હોવાથી તેઓને અગાઉથી જ આરોગ્ય ટીમ દ્વારા જાણ કરી દેવામાં આવી હતી કે મહત્તમ મતદાન પતી ગયા પછી તેઓને આરોગ્ય ટીમ આવી પોતાની એમ્બ્યુલન્સમાં પીપીઇ કીટ પહેરાવી મતદાન મથકે લઈ જવામાં આવશે. આ ચારેય કોરોના ગ્રસ્ત મતદાતાઓને ઉમરવા મતદાન મથક ઉપર લાવવામાં આવ્યા ત્યારે સમગ્ર ચૂંટણી સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો,