વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ મીના રોજ યોજાનાર ચૂંટણીઓને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વડોદરામાં બે સભાઓ ગજવવાને માટે આવ્યા હતા.તેમણે પત્રકાર પરિષદમાં કોંગ્રેસને નિશાન બનાવીને સીધો વાર કર્યો હતો. પ્રદેશ ભાજપના અધ્યક્ષે ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસીઓને ભાંડીને ભાજપીઓને નખશીખ દૂધે ધોયેલા લેખાવ્યા હતા વડોદરામાં કોંગ્રેસ આ વખતે ડબલ ફિગરમાં પણ બેઠકો મેળવી શકશે નહિ.. આ ઉપરાંત કુદકેને ભૂસકે છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા પેટ્રોલ,ડીઝલ અને ગેસના ભાવ વધારાના મામલે કેન્દ્ર સરકારને જવાબદાર લેખાવવાને બદલે એનો લૂલો બચાવ કરીને આ ભાવવધારો આંતરરાષ્ટ્રીય બજાર પર ર્નિભર હોવાનું જણાવ્યું હતું સી.આર.પાટીલ વડોદરા ખાતે દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની બળવાખોરી સામે પગલાં લેવાના મામલે પણ પાણીમાં બેસી ગયા હતા તેમજ મધુના પ્રશ્નોનો મારો વધુ ચાલે એ પહેલાં જ પત્રકાર પરિષદ પૂર્ણ કરીને ચાલતી પકડી હતી. ફરી એકવખત વિશ્વામિત્રીના વિકાસની વાત દોહરાવાઇ

વિશ્વામિત્રી કાંઠાના પુરથી પ્રત્યેક વર્ષે અસરગ્રસ્ત બનતા લોકોને રીઝવવાને માટે ભાજપના નેતાઓ વિશ્વામિત્રીના વિકાસની વાત કરી રહયા છે.વિશ્વામિત્રી કાથાઓમાં એકથી બીજા ચેડા સુધી અસંખ્ય દબાણો થઇ ગયા પછીથી હવે ૨૫-૨૫ વર્ષ સુધી શાસન કરનાર શાસકોને એકાએક વિશ્વામિત્રીના વિકાસના મામલે ડહાપણની દાઢ ફૂટી છે. તેમજ શહેરની જનતાને વિશ્વામિત્રીના પ્રદુષણ અને પુરથી બચાવવાને માટે એનો વિકાસ કરાશે

હવે રાજ્ય સરકારે શુદ્ધ પાણી આપવાનું બીડું જડપયાનો દાવો કરાયો

વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષમાં પૂર્વ ભાજપના શાસકોના શાસનમાં દુષિત પાણીની સમસ્યા હલ કરવામાં આવી નથી. ત્યારે આને લઈને આ વિસ્તારની પ્રજામાં ફેલાયેલા આક્રોશને ધ્યાનમાં લઈને હવે પાલિકાનો અને પક્ષના શાસકોનો લૂલો બચાવ કરતા પાટીલે જબનાવ્યું હતું કે રાજ્ય સરકારે પીવાના શુદ્ધ પાણીને માટે આયોજન કરીને એને મંજુર કર્યું છે.એટલે એ આયોજન મુજબ આગામી દિવસોમાં શહેરીજનોને શુદ્ધ પાણી મળશે.

કોંગ્રેસે ગરીબી ન હટાવી,પણ કોંગ્રેસીઓની ગરીબી હટી ગઈ,ભાજપને માટે મૌન સેવ્યું

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં ગરીબી હતી નહિ.પરંતુ કોંગ્રેસીઓની ગરીબી હટી ગઈ હતી.એમ ઉજાણાવી ભાજપે તમામ વચનો ગંભીરતાપૂર્વક પૂર્ણ કર્યાનું જણાવ્યું હતું. જયારે એમાં કોંગ્રેસને ષડયંત્ર લાગી રહ્યું છે. પછી તે સર્જીકલ સ્ટ્રાઈકની વાત હોય કે કોરોનાની રસીની વાત હોય.

મધુની વાતથી પાટીલે અધવચ્ચેથી ચાલતી પકડી

વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપકને ભાજપે વડોદરા પાલિકામાં ટિકિટ ન આપતા બળવો કર્યો હતો.એમની સામે અધ્યક્ષ તરીકે પગલાં લેશો કે કેમ? એવા પ્રશ્નનો જવાબ આપવાને બદલે પાટીલે અધવચ્ચે આ પ્રશ્નનો જવાબ આપવાને બદલે ચાલતી પકડી હતી..ઉલટાનું એ પહેલા મધુનો બચાવ કરતા જણાવ્યું હતું કે, એમણે એમની દીકરીના માટે ટીકીટની જીદ કરી નથી.બલ્કે ભાજપના જિલ્લાના ઉમેદવારને મદદ કરવા જણાવ્યું છે.

હવે રાજ્ય સરકારે શુદ્ધ પાણી આપવાનું બીડું ઝડપ્યાનો દાવો કરાયો

વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષમાં પૂર્વ ભાજપના શાસકોના શાસનમાં દુષિત પાણીની સમસ્યા હલ કરવામાં આવી નથી. ત્યારે આને લઈને આ વિસ્તારની પ્રજામાં ફેલાયેલા આક્રોશને ધ્યાનમાં લઈને હવે પાલિકાનો અને પક્ષના શાસકોનો લૂલો બચાવ કરતા પાટીલે જબનાવ્યું હતું કે રાજ્ય સરકારે પીવાના શુદ્ધ પાણીને માટે આયોજન કરીને એને મંજુર કર્યું છે.એટલે એ આયોજન મુજબ આગામી દિવસોમાં શહેરીજનોને શુદ્ધ પાણી મળશે.

કોંગ્રેસ ડબલ ફિગરે નહિ પહોંચે એવી વાત કરતાં મિશન -૭૬નું સૂરસૂરિયું

સી.આર. પાટીલે ડણાવ્યું હતુંકે, વડોદરામાં આ વખતે કોંગ્રેસ ડબલ ફિગર પર પણ નહિં પહોંચી શકે. આમ જણાવીને તેમણે શહેર અધ્યક્ષ દ્વારા મિશન ૭૬ હેઠળ કરાયેલા દાવાઓને આડકતરી રીતે ફગાવી દીધા હતા. આ દાવાઓ પોકળ હોવાનું એમના જ મોઢે સ્વીકારી લેતાં મિશન ૭૬નું સુર સુરિયું થઇ ગયું હતું.

રાહુલ પર વરસ્યા, સ્મૃતિનો બચાવ કર્યો

પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીએ આસામમાં કરેલા નિવેદનને વખોડી કાઢીને એ ગુજરાતના અને ગુજરાતીઓના અપમાન બરાબર લેખાવ્યું હતું.આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીનો બચાવ કરતા જણાવ્યું હતું કે,તેઓએ રાહુલને એમના ઘર અને ગઢ મનાતા અમેઠીમાં જ કરારી હાર આપી છે. આટલા વર્ષોથી આઝાદી બાદ અમેઠીનો કોઈ વિકાસ થયો નથી.જે ભાજપે ટૂંકા ગાળામાં કરી બતાવ્યો છે.