વડોદરા-

વડોદરામાં વધી રહેલા કોરોના કેસ અને સાથે જ હોમ ક્વોરન્ટાઈન નિયમોનો સરેઆમ થઈ રહેલા ભંગને લઈ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહ દ્વારા આવા લોકોને ચેતવણી આપવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોમ આઈસોલેશનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. હૉમ આઈસોલેટ વ્યક્તિ બહાર ફરતી જોવા મળશે તો પગલા લેવાશે. આ માટે પોલીસે આરોગ્ય વિભાગ પાસેથી હોમ ક્વૉરન્ટાઈન લોકોની યાદી મંગાવવામાં આવી છે અને હવે પોલીસ ક્વૉરન્ટાઈન લોકોના ઘરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરશે. જણાવવું રહ્યું કે વડોદરામાં 8 હજાર 500થી વધુ ઘરો કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા છે.