વલસાડ,તા.૨૯ 

કોઈ વેકશીન કે દવા ન હોવાથી કોરોના વાઇરસ ના દમન કરવા માં નિસફળ ગયેલ મજબૂર સરકાર પ્રજા ને બચાવવા સામાજિક અંતર અને માસ્ક પહેરવા પર જ ભાર મૂકી રહી છે. પોલીસ થી દંડાવાના બીકે લોકો સામાજિક અંતર પણ રાખી રહ્યા છે અને માસ્ક નો પણ ઉપયોગ કરી રહ્યા છે

વલસાડ જિલ્લા માં પ્રતિદિન કોરોના ના અનેકો દર્દીઓ સામે આવી રહ્યા છે. આજે પણ ૧૯ દર્દીઓ સામે આવતા જિલ્લા માં કોરોના પોઝિટિવ દર્દીઓ ની સંખ્યા ૬૦૦ ને પર થઈ છે. આજે વાપી માં ૪ ઉમરગામ માં ૨ પારડી માં ૧ અને સૌથી વધુ વલસાડ તાલુકા મ ૧૧ કેસો સપાટી પર આવતા વલસાડ વાસીઓ ની ચિંતા વધી ગઈ છે.આરોગ્ય વિભાગ પણ તેની ફરજ બજાવી રહ્યું છે છતાં પણ અનેક દર્દીઓ મરણ પામ્યા છે એ અલગ બાબત છે કે આરોગ્ય વિભાગ અન્ય રોગો વાળા દર્દીઓ ના મોત ના મુખ્ય કારણ માં કોરોના ને બતાવતા નથી પરંતુ સત્ય તો એ છે કે અન્ય રોગ થી પીડાતા દર્દીઓ ને કોરોના પોઝિટિવ આવ્યા નું જ્ઞાન થતા જ તેમની ચિંતા વધી જતી હોય છે.