વલસાડ

ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાન માટે સ્વરાજ સંસ્થાઓ-પાલિકા પંચાયતોને સારું એવું અનુદાન આપી ગામ શહેર સ્વચ્છ રહે તેના માટે પ્રયત્નો કરાવે છે, પણ પાલિકા-પંચાયત બેફામ ખર્ચા કરી પોતાની મલાઈ આરોગીને પછી સાધનોને ભંગાર થવા છોડી દે છે.

પ્રાપ્ત વિગત મુજબ લીલા રંગી કચરાપેટી ખેરગામ ખાતે ૨૦ નંગ,રુ. પાંચ લાખમાં પ્રાયોજના વહીવટદારના સહયોગથી બરતરફ થયેલા સરપંચે ખરીદીને ખેરગામના ફળિયે ફળિયે મૂકી હતી, જે છેલ્લા બે-અઢી વર્ષથી બિનઉપયોગી સાતેક ઠેકાણે પડી ને સડી રહી છે, કેટલીક ઢગલો થઈ પડી છે.

વલસાડ-માહિતી કચેરીની પાછળ વલસાડ નગરપાલિકાની ભારે લોખંડી મોટી કચરાપેટી છે જેને સીધી હાઇડ્રોલિક ટ્રકમાં ઉચકીને લઈ જઈને સાફ કરવાની હોય છે, તે પણ બે-ત્રણ વર્ષથી કચરા સાથે પડી રહી છે આવી જ એક હિન્દુ સ્મશાન ભૂમિ અંદર પણ છે. મોંઘીદાટ કચરાપેટીઓ પડતર રહીને સડી જાય છે જે પ્રજાના પરસેવાના નાણાંની બરબાદી સૂચવે છે.

    જો આવી કચરાપેટીનો ઉપયોગ થવાનો ન હોય તો સારી પેટીની હરાજી કરવી જોઈએ અથવા તો ભંગારમાં કાઢીને એની ઉપજ કરવી જોઈએ, પણ આવી ગમે ત્યાં સડી રહેલી કચરા પેટીઓ જોવાની-નિકાલ કરવાની શાસક કે વિપક્ષ-સંબંધિત અધિકારીઓ, કોઈને ફુરસદ મળતી નથી.