વાંસદા,તા.૨૪ 

વાંસદા તાલુકાના પોલીસ જવાનો અને સ્ટાફ દ્વારા લોકડાઉનમાં રાત દિવસ પોતાની ચિંતા કર્યા વગર લોકોને સાવચેત રહેવા તથા સુરક્ષીત રહેવા જણાવી કોરોના વોરિયર્સ તરીકે પોલીસ સ્ટાફ દ્વારા ઉમદા કામગીરી કરી ખુબજ લોકચાહના મેળવી હતી.ગ્રામપંચાયતના સફાઈ કામદારો દ્વારા સફાઈ કામ કરી વાંસદા તાલુકાને સ્વચ્છ રાખવા બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા કોરોના વોરિયર્સની પ્રશંસા કરી તમામનું કામગીરીને બિરદાવી તમામને સાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી તમામનો જુસ્સો વધાર્યો હતો. જ્યારે ગણદેવીના ધારાસભ્ય અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલે પણ તમામને સન્માન પત્ર આપી તમામની કામગીરીની પ્રશંસા કરી હતી. ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા વાંસદા પ્રાંત અધિકારીને તથા ટીડીઓને પણ સાલ ઓઢાડી સન્માન પત્ર આપી એમની સમગ્ર લોકડાઉનમાં ખડે પગે રહી ઉમદા કામગરીની પ્રસંશા કરી હતી. આ સન્માન પત્ર વાંસદા ભાજપ પ્રમુખ મણીભાઈ પટેલ, મહામંત્રી રસિકભાઈ ટાંક , સંજયભાઈ બિરારી , સિવેન્દ્રસિંહ સોલંકી , વિરલભાઈ વ્યાસ અને ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલે રૂબરૂ મળી આપવામાં આવ્યા હતા.