શિનોર, તા.૧૯ 

શિનોર ગામમાં રૂપિયા ૨૦૦૦૦૦૦ ના વિકાસના કામોનો ધારાસભ્યના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત અક્ષર પટેલના વરદ હસ્તે કરાયું હતું. રેતી કંકર તથા સ્ટેમ્પ ડ્યુટી ની ગ્રાન્ટ માંથી શિનોરમાં અંદાજે ૨૦ લાખના વિકાસના કામો હાથ ધરાયા છે. આજરોજ જિલ્લા ગ્રામ સચિવાલય ખાતે આવી પહોંચેલા કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા પ્રથમ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પૂર્ણ થયેલા સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરાયું હતું. સિદુર ગામના વિવિધ વિસ્તારો બ્લોકનું કામનુ ખાતમુહુર્ત કર્યું હતું. આ પ્રસંગે ગામ અને ભાજપના આગેવાન સચિન પટેલ રૂપિયા ૨૦ લાખના વિકાસના કામોની માહિતી આપી હતી. અન્ય વિસ્તારોમાં બાકીના કામો આગામી સમયમાં ધારાસભ્યના મદદથી તાલુકા જિલ્લાની ગ્રાન્ટ મદદથી હાથ ધરાશે તેવી ખાતરી ઉચ્ચારી હતી