બોડેલી : બોડેલીના મોડાસર ખાતે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૩૦ બેડનું કોવીડ-૧૯ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેનું ઉદ્દઘાટન ગુરુવારે કરાયું હતું. હાલમાં ૪૪ દર્દીઓ છોટાઉદેપુર ખાતે જનરલ હોસ્પિટલ તેમજ પોલિટેકનિક ખાતેનાં કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે અને બેનાં જ મૃત્યુ કોરોના ને કારણે થયા છે.જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને હાલ કોવિડ સેન્ટરમાં ખુબ સારી સુવિધાઓ અને સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓની તબિયત બગડે ત્યારે તેઓને વધુ સારવાર માટે વડોદરા સુધી જવું ન પડે અને અહીં જ તેઓને એજ સારવાર અને સુવિધાઓ નિઃ શુલ્ક પણે તેવા હેતુ સાથે આજે મળી રહે તેવા ઉમદા હેતુથી બોડેલીના મોડાસર ખાતે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૩૦ બેડનું કોવીડ-૧૯ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેનું ઉદ્દઘાટન કરતા છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ દિપ પ્રાગટ્ય નવી હોસ્પિટલનું ઉદ્‌ઘાટન થયું છે એકવાર વ્યક્તિ સંક્રમિત થયા પછી જેલ જેવી પરિસ્થિતિ થઈ જાય છે ત્યારે આ મહામારી નો કોઈપણ વ્યક્તિ ભોગ ન બને અને જિલ્લાના કોઈપણ સેન્ટરમાં જવું ન પડે તે માટે વિઘ્નહર્તા ગણપતિ દાદાને પ્રાર્થના કરી હતી. હાલ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ અને પોલિટેકનિક કોલેજ તેમજ બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં કોવિડ- ૧૯ સેન્ટરો ચાલુ છે.