જો તમે વજન ઉતારવા માટેના અનેક પ્રયાસો કરી ચૂક્યા છો તો આ રેસિપી તમારી મદદ કરી શકે છે. જો તમે ઘરે જ ઓછી મહેનતે વેટ લોસ કરવા ઈચ્છો છો તો તમે આ કર્ડ રાઈસને તમારા મેનૂમાં સામેલ કરી લો તે યોગ્ય છે. આ રેસિપી ઘરે સરળતાથી બની જાય છે અને પચવામાં સરળ રહે છે. તો નોંધી લો સરળ રેસિપી.

વેજિટેબલ કર્ડ રાઇસ 

સામગ્રી:

2 કપ ભાત,6 કપ વલોવેલું દહીં,2 નંગ કાકડી,2 નંગ ગાજર,અડધો કપ વટાણા,2 ચમચો તેલ,2 ચમચી રાઇ,2 ચપટી હિંગ,20 લીમડાનાં પાન,4 નાના ટુકડા આદું,6 નંગ સમારેલાં લીલાં મરચાં,મીઠું સ્વાદ અનુસાર

બનાવાની રીત:

 સૌપ્રથમ કાકડી અને ગાજરને એક ઊંડા બાઉલમાં છીણો. તેમાં તૈયાર ભાત ઉમેરી ચમચાથી સહેજ દબાવીને મિકસ કરો. વટાણાને ઊકળતા પાણીમાં બે-ત્રણ મિનિટ માટે પલાળો પછી નિતારીને એક તરફ રહેવા દો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો. તે તડતડે એટલે તેમાં હિંગ, લીમડો, આદું અને લીલાં મરચાં ભેળવી પાંચ સેકન્ડ સાંતળો. આને ભાતના બાઉલમાં નાંખી મિકસ કરો. લીલાં વટાણા અને મીઠું ભેળવો. દહીં ભેળવો. આને લગભગ પાંચ-દસ મિનિટ રાખી ચિલ્ડ સર્વ કરો.