ગોધરા : ગોધરા શહેરમા ગુરુવારે સવારે ફુલ-ગુલાબી ઠંડીમા ઈન્કમટેક્ષના અધિકારીઓના કાફલાએ એક સાથે જમીનોના સોદાગરો, બિલ્ડરો, ઓઈલ મીલના સંચાલકો, જમીનોના મોટાપાયે દસ્તાવેજાે લખનારા, નામાંકીત સ્ક્રેપની ફેક્ટરીઓ એમ કુલ ર૪ સ્થળોએ દરોડાઓ પાડતા ગોધરા શહેરમા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. અમદાવાદ તરફથી ઈન્કમટેક્ષના અધિકારીઓના આ કાફલો ગોધરામાં ૧૮ ઉપરાંત ગાડીઓ, મિની લક્ઝરી બસો અને એસઆરપી જવાનોની બે ગાડીઓ સાથે મધ્યરાત્રીએ પ્રવેશ લીધા બાદ આજ વહેલી સવારના ૬ વાગે એક સાથે ર૪ સ્થળોએ પહોંચી ગયેલ ઈન્કમટેક્ષ વિભાગની ટીમોએ દરવાજાઓ ખોલાવીને દરોડાઓ પાડવાની શરૂ થયેલ કાર્યવાહીઓમાં કરોડો રૂપિયાની કરચોરી બહાર આવવાની સંભાવનાઓ છે, એમાં કહેવાય છે કે બે દિવસો સુધી ઈન્કમટેક્ષ વિભાગના આ દરોડાઓની કાર્યવાહીઓ ચાલુ રહેશે ના એંધાણોમાં જમીનોના સોદાગરો અને બિલ્ડરો સમેત આ જમીનોના વેચાણ દસ્તાવેજાે કરનારા સ્ટેમ્પ વેન્ડરો ફરતે જે પ્રમાણે ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ દરોડાઓ પાડ્યા છે. ગોધરા શહેરમાં મધ્યરાત્રીએ ઈન્કમટેક્ષ વિભાગના વિશાળ કાફલાએ એન્ટ્રી લીધા બાદ અલગ અળગ ટુકડીઓમાં વહેંચાઈ જઈને વહેલી સવારમાં એક સાથે પાડવામાં આવેલા આ દરોડાઓમાં કોડી સ્ટીલ અને સ્ક્રેપ સેશરી ઓટોમોબાઈલની ત્રણ વ્યાપારી સ્થળો, દ્વારકા નગરમાં રહેતા બે બિલ્ડર સોની બંધુઓ, જી.આઈ.ડી.સી.ના અગ્રણી હોદ્દેદારો રમણભાઈ, ગ્રીનપાર્કમાં રહેતા રાજાભાઈ બાલવાણી, વેજલપુર ખાતે ઓઈલ મીલોના વ્યાપાર સાથે સંકળાયેલા જીગાભાઈ, ટીનાભાઈ અને અશ્વિનભાઈના ધંધાઓના સ્થળોએ ત્થા રહેઠાણો ઉપર ત્થા ગોધરામાં જમીનોના સૌથી વધારે દસ્વેજાે લખનાર સ્ટેમ્પ વેન્ડરો યાકુબભાઈ ઘાંચી, હુસેનભાઈ ઘાંચી તથા આરીફબાઈ વાઢેરના ઘરોમાં ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓના દરોડાઓની કામગીરીઓ અત્યારે પણ ચાલી રહી છે. ગોધરામાં આજ વહેલી સવારથી ઈન્કમટેક્ષ વિભાગના આ મેગા સર્ચ જેવા પાડવામાં આવેલા આ દરોડાઓ મોટાપાયે કરવામાં આવેલા જમીનોના સોદાઓ અને બિલ્ડર લોબીના ધંધા અને રહેઠાણોના સ્થળોએ જે પ્રમાણે પાડવામાં આવ્યા છે. આ જાેતા કરોડો રૂપીયાની કરચોરી બહાર આવવાની સંભાવનાઓ છે.  

અધિકારીઓના વાહનો પર કોવિડ-૧૯ સ્કવોર્ડ અને ઓન ઈલેક્શન ડ્યૂટીના સ્ટીકરો લગાવ્યા હતા

ગોધરા શહેરમાં ઈન્ટકમટેક્ષ વિભાગના વિશાળ કાફલા સાથે આગમનના આ વાહનો ઉપર કોવિડ - ૧૯ સ્કોવોર્ડ અને ઓન ઈલેક્શન ડ્યુટીના સ્ટીકરો ચોંટાડીને તબક્કાવાર આ વાહનોએ મધ્યરાત્રીએ એન્ટ્રી લઈને જે સ્થળોએ દરોડાઓ પાડવાના હતા. આ સ્થળોથી દુર વાહનો ઉભા કરીને અધિકારીઓ મોર્નિંગ વોક જેવા દેખાવોમાં જ તે સ્થવોએ ઘુસી ગયા બાદ આ સ્થળો ઉપર વાહનો બોલાવી લીધા હતા. બે વર્ષો પહેલા એટલે કે, ૨૩.૧૦.૨૦૧૮માં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા એકસાથે ૧૧ સ્થળોએ દરોડાઓ પાડ્યા હતા. આજ પધ્ધતિઓ સાથએ આજ વહેલી સવારમાં અંદાજે ૨૪ સ્થળોએ એકસાથે પાડવામાં આવેલા આ દરોડાઓ ઈન્કમટેક્ષ વિભાગનું આ મેગા ઓપરેશન બરાબર છે એમા કેન્દ્ર સાશિત પ્રદેશો અને દિલ્હીના પણ ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ સામેલ હોવાનું દેખાઈ રહ્યું છે.

સ્ટેમ્પ વેન્ડરના આ દરોડાએ વહીવટી તંત્રને હચમચાવી મૂક્યું

ગોધરા શહેર અને ફરતે આવેલ સેંકડો એકર જમીનોના દસ્તાવેજાે લખનાર સ્ટેમ્પ વેન્ડર ઘાંચીભાઈને ત્યા ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હોવાની આ ચોંકાવનારી ખબરો સાથે બિલ્ડરો, જમીનોના સોદાગરોમાં તો સન્નાટો પ્રસરી જવા પામ્યો છે પરંતુ જમીનોના આ દસ્તાવેજાેની પ્રક્રિયાઓ અને સંલગ્ન મહેસુલી તંત્ર સાથે કરવામાં આવેલા આ વહીવટી કામગીરીઓના ખર્ચાઓના કાચા ચિઠ્ઠાઓની નોંધના આ વ્યવહારો ક્યાંક સ્ટેમ્પ વેન્ડર ઘાંચીભાઈ પાસેથી ઈન્કમટેક્ષના અધિકારીઓના હાથમાં આવી ગયા હોવાની આશંકાઓમાં ભલભલા વહીવટી તંત્રના કર્મચારીઓ અંદરખાને હચમચી ઉઠ્‌યા હોવાનો માહોલ પણ ઉભો થવા પામ્યો છે.