ઘણા મહિનાઓ પછી ઇન્કમટેક્સ વિભાગ ફરી એક્શન મોડ માં આવ્યું છે અને આજે વહેલી સવારથી અમદાવાદમાં આવેલ મોટા ગજાના રિયલ એસ્ટેટ ના ધંધાર્થીને ત્યાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ ની ટીમ સાથે રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગની ની આખી ટીમ જોડાઈ છે.

ઘણા સમયથી ઇન્કમટેક્સ વિભાગે દરોડા પર બ્રેક લગાવી હતી ત્યારે સીબીડીટી દ્વારા આ બેન્ડ ઉઠાવી લેવામાં આવતા હવે ફરી ઇન્કમટેક્સ વિભાગ હરકતમાં આવ્યું છે અને આજે અમદાવાદમાં જાણીતા પોપ્યુલર ગ્રુપ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી એક સાથે 25 જગ્યા પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. જાણવા મળતી વિગત મુજબ અમદાવાદના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડર ફરી એકવખત ચચર્ઓિમાં આવ્યા છે. અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના ત્યાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગે આજે એક સાથે 25 જગ્યાએ દરોડા પાડ્યા છે. શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડરને ત્યાં દરોડા પડતા અન્ય બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે.

પોપ્યૂલર બિલ્ડર ગ્રૂપમાં રેડ પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારમાં જ આઈટી વિભાગે અમદાવાદમાં 25 જગ્યાએ રેડ પાડી છે. શહેરના વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યૂલર ગ્રૂપ્ની ઓફિસ અને રહેણાંક સ્થળ એ સર્ચ ઓપરેશન ચાલું છે. આ સિવાય દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના નિવાસ સ્થાને પણ આઈટીએ આજે રેડ પાડીને સપાટો બોલાવ્યો હતો. છેલ્લે મળતી માહિતી પ્રમાણે સવારે 8 વાગ્યાથી આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિવાદમાં પોપ્યૂલર ગ્રુપ આવ્યું હતું. આજે આઈટી વિભાગના ઓપરેશનમાં આશરે બે ડઝન સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી છે. દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલ સહિતના સંચાલકોને ત્યાં આઈટીના દરોડા પડ્યા છે.