અમદાવાદ-

ગુજરાતની યુનિવર્સિટીઓમાં પીએચડીની ડીગ્રી લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેલ્લા છ વર્ષની તુલના કરવામાં આવે તો આ વધારો 17 ટકા જેટલો વિક્રમી છે. છેલ્લા વર્ષે પીએચડીમાં નામાંકન કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 5917 જોવા મળી છે, જે 2011-12માં માત્ર 2270 હતી.

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવાની ભૂખ જાગી છે તેવું આ આંકડા સ્પષ્ટ બતાવી જાય છે. ગુજરાતમાં વિભિન્ન ક્ષેત્રોમાં પીએસડી અધ્યયનને વધારે મહત્વ આપવામાં આવતું નથી તેવી માન્યતા પડી ભાંગી છે, કારણ કે વધુને વધુ વિદ્યાર્થીઓ પીએચડીની પદવી લઇ રહ્યાં છે. 

ભારત સરકારના એચઆરડી મંત્રાલયે પ્રકાશિત કરેલા ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશનના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પીએચડીની ડીગ્રી લેવા માટે ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે.

રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રના અનુભવી લોકોને ગુજરાતની યુનિવર્સિટીઓમાં લાવવામાં આવ્યા હતા અને શોધ અને અભ્યાસને ઉત્તેજન આપવા માટે વિદ્યાર્થીઓ સાથે મંત્રણા કરાવવામાં આવતી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં સંશોધન ગાઇડમાં સુધારા થયાં છે. 

ગુજરાતમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો તફાવત 27.1 હતો તે ઘટીને હવે 24.1 થયો છે. છેલ્લા આઠ વર્ષમાં રાજ્યમાં પીએચડી કાર્યક્રમોમાં આપ્નારી યુનિવર્સિટીની સંખ્યા પણ બમણી થઇ ચૂકી છે. 2011-12માં આ સંખ્યા 22 હતી જે વધીને 44 થઇ ગઇ છે. આ તમામ યુનિવર્સિટીઓ પીએચડીની ડીગ્રી એનાયત કરે છે. આ વર્ષે પીએચડી ઉમેદવારોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ એ સાબિત કરે છે કે ગુજરાતમાં યુનિવર્સિટીઓ શોધ અને સંધોધનમાં વધારે રૂચિ લઇ રહી છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. 

ગુજરાતમાં પીએચડીના વધતા વિદ્યાર્થીઓ.... 

2011-12 ............. 2270

2012-13 ............. 2435

2013-14 ............. 3181

2014-15 ............. 3697

2015-16 ............. 5169

2016-17 ............. 4988

2017-18 ............. 5251

2018-19 ............. 5917