અમદાવાદ-

આજે રાજયમાં સૌથી નીચુ લઘુતમ તાપમાન વલસાડમાં ૧૩ ડીગ્રી, કચ્છના નલીયામાં ૧૩.૪, રાજકોટમાં ૧પ.૩, ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વહેલી સવારે લઘુતમ તાપમાનનો પારો નીચે જાય છે. જયારે બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સુકા પવનોથી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો પારો ૧૭ ડીગ્રીએ પહોંચ્યો હતો. હજુ તાપમાનમાં ઘટાડો થશે અને શનિવાર સુધીમાં ઠંડીનો પારો ૧પ ડીગ્રીએ પહોંચવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. લઘુતમ તાપમાનનો પારો ૧૭ ડીગ્રી થયો હતો. જયારે આખો દિવસ પવન ૧૦ કિલો મીટરની ઝડપે ફુંકાયો હતો અને હવામાં ભેજનું પ્રમાણ ર૪ ટકા નોંધાયું હતું. 

જો કે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો રહ્યો હતો, પરંતુ બપોરના સમયે ગરમી યથાવત રહી હતી. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઇ હતી. જેની અસરના ભાગરૂપે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.આ વખતે ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં પહોંચવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાલ બપોરે ગરમી અને વહેલી સવારે ઠંડીને કારણે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે.