બ્રિસબેન

ભારત અને ઑસ્ટ્રેલિયા  વચ્ચે બ્રિસબેનના ગાબા મેદાનમાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી ની અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના 369 રનનો વિશાળ સ્કોરની સામે ભારતે શરૂઆતની 6 વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ વોશિંગટન સુંદર અને શાર્દુલ ઠાકુરે સાતમી વિકેટ માટે 123 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. સુંદર અને ઠાકુરે અડધી સદી ફટકારી. આ બંને બેટ્સમેનોએ કાંગારૂના બોલરોને થકવી દીધા. અંતે ભારત 336 રન કરીને ઓલઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી હતી. 

ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 294 રને ઓલઆઉટ, ભારતને  328 રનનો ટાર્ગેટ મળ્યો છે. 72.1 ઓવરમાં ભારતને નવમી સફળતા મળી. શાર્દુલ ઠાકુરે નાથન લાયને મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ કરાવ્યો. લાયન 13 રન કરી પેવેલિયન પરત ફર્યો. સિરાજની બોલિંગમાં નવદીપ સૈનીએ મિશેલ સ્ટાર્કનો કેચ પકડ્યો. સ્ટાર્ક 4 બોલમાં 1 રન કરી આઉટ થયો. ઓસ્ટ્રેલિયાને આઠમો આંચકો લાગ્યો. ઓસ્ટ્રેલિયાને 64.6 ઓવરમાં સાતમો આંચકો લાગ્યો. શાર્દુલ ઠાકુરની બોલિંગમાં પંતે ટિમ પેનનો શાનદાર કેચ પકડ્યો. પેન 27 રન કરીને પેવેલિયન પરત ફર્યો.60.5 ઓવરમાં ભારતને છઠ્ઠી સફળતા મળી છે.

શાર્દુલ ઠાકુરની બોલિંગ પર રોહિત શર્માએ સ્લિપમાં કેમરન ગ્રીનનો કેચ પકડ્યો. ગ્રીન 90 બોલમાં 3 ફોરની સાથે 37 રન કરી આઉટ થયો.સિરાજે સ્ટીવ સ્મિથને પોતાનો શિકાર બનાવ્યો. સ્મિથ 55 રને કેચ આઉટ કરાવી દીધો. સિરાજે આ ઇનિંગની ત્રીજી સફળતા મળી.30.6 ઓવરમાં ભારતને ચોથી સફળતા મળી છે. મોહમ્મદ સિરાજે મેથ્યૂ વેડને પંતના હાથે કેચ આઉટ કરાવી દીધો. વેડ શૂન્ય રન પર આઉટ થયો. 31 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 123 રન છે.  30.3 ઓવરમાં ઓસ્ટ્રેલિયાને ત્રીજો આંચકો લાગ્યો. મોહમ્મદ સિરાજની બોલિંગમાં રોહિત શર્માએ માર્નસ લાબુશેનનો શાનદાર કેચ પકડ્યો. લાબુશેન 22 બોલમાં 5 ફોરની સાથે 25 રન કરીને આઉટ થયો. 25.6 ઓવરમાં ભારતને બીજી સફળતા મળી છે. વોશિંગટન સુંદરે ડેવિડ વોર્નરને LBW આઉટ કર્યો. વોર્નર પોતાની અડધી સદી ચૂકી ગયો. વોર્નર 75 બોલમાં 6 ફોરની સાથે 48 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો.