એડિલેડ

ઓસ્ટ્રેલિયાને 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ટીમ ઇન્ડિયા 1974માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે 42 રનમાં ઓલઆઉટ થઇ હતી.   પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાને 53 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા રનનો ટાર્ગેટ મળ્યો છે. કાંગારું માટે જોશ હેઝલવુડે 5 અને પેટ કમિન્સે 4 વિકેટ લીધી છે.

ભારતનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર 42 રનનો છે. ટીમ 1974માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે આટલા રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. જોકે આજે ટીમે 19 રનમાં 6 વિકેટ ગુમાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 વિકેટના નુકસાને આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ટીમે સાઉથ આફ્રિકા સામે 1996માં ડરબન ખાતે 25 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. ત્યારે ભારત 66 રનમાં ઓલઆઉટ થયું હતું. 

પૂજારા અને રહાણે શૂન્ય રને આઉટ 

વિરાટ કોહલી 4 રને કમિન્સની બોલિંગમાં ગલીમાં ગ્રીનના હાથે કેચ આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારા શૂન્ય રને કમિન્સની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી મયંક અગ્રવાલ 9 રને જોશ હેઝલવુડની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે અજિંક્ય રહાણે પણ શૂન્ય રને હેઝલવુડની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો.