ચેન્નાઇ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઇમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ છે. બીજા દિવસની રમતના અંત સુધી ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને 555 રન બનાવ્યા છે. ડોમ બેસ 28 રને અને જેક લીચ 6 રન બનાવીને અણનમ રહ્યો હતો. આજનો દિવસ પણ રુટના નામે રહ્યો. તે ભારતીય જમીન પર છેલ્લા 10 વર્ષમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ વિદેશી બેટ્સમેન બન્યો છે. તેણે 218 રનની ઇનિગ્સ રમી હતી.

કેપ્ટન જો રુટે તેની 100મી ટેસ્ટમાં 218 રન આઉટ થયો હતો. તેને શાહબાઝ નદીમ દ્વારા LBW કરાયો હતો. રુટની આ 5મી ડબલ સદી રહી. તે સિક્સર ફટકારીને 200 રન પૂરા કરનાર ઇંગ્લેંડનો પહેલો ક્રિકેટર બન્યો.

​​​​​​​ઇશાંત શર્માએ સતત બે બોલ પર 2 વિકેટ ઝડપી હતી. તેણે 170મી ઓવરના બીજા બોલ પર જોસ બટલર અને ત્રીજા બોલ પર જોફ્રા આર્ચરને આઉટ કર્યો હતો. બટલર 30 અને આર્ચર શૂન્ય પર આઉટ થયો હતો. ઇશાંતે ટેસ્ટમાં 299 વિકેટ લીધી છે.

આ પહેલા ઓલી પોપ 34 રન બનાવીને આઉટ થયો હતો. તેણે રવિચંદ્રને LBW કર્યો હતો. પોપએ રૂટ સાથે મળીને પાંચમી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી. બેન સ્ટોક્સ 118 બોલમાં 82 રને આઉટ થયો હતો. તેનો શાહબાઝ નદીમે ચેતેશ્વર પૂજારાના હાથે કેચ કરાવ્યો હતો. રુટ અને સ્ટોક્સ વચ્ચે ચોથી વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને અશ્વિને 2-2 અને નદીમે 1 વિકેટ લીધી હતી.

ભારતે છેલ્લી 60 ટેસ્ટમાં બીજી વખત ઈનિંગ્સમાં 500થી વધુ રન આપ્યા છે. અગાઉ 2016માં રાજકોટમાં રમાયેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 537 રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડના ભારત પ્રવાસની પ્રથમ ટેસ્ટ હતી અને તે ડ્રો રહી હતી.રુટ (218 રન) ભારતમાં સૌથી મોટી ઈનિંગ્સ રમાનાર ઇંગ્લિશ કેપ્ટન બન્યો છે. છેલ્લો રેકોર્ડ એલેસ્ટેયર કુકના નામે હતો. કુકે 2012માં કોલકત્તા ટેસ્ટમાં 190 રનની ઈનિંગ્સ રમી હતી.

ઓવરઓલ ઇંગ્લેંડના કેપ્ટન તરીકે ભારત સામેની સૌથી મોટી ઇનિંગ્સ ગ્રેહામ ગૂચે 1990માં લીડ્સમાં રમી હતી. ત્યારે ગૂચે 333 રન બનાવ્યા હતા. રુટની ઇનિંગ્સ બીજા નંબર પર આવી ગઈ છે.સાત વર્ષ બાદ ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ બેટ્સમેને બેવડી સદી ફટકારી છે. આ અગાઉ ફેબ્રુઆરી 2014માં ન્યૂઝીલેન્ડના બ્રૈડન મેકુલને 302 રનની ઈનિંગ્સ રમી હતી.

જો રુટની 20 સદીની ઇનિંગ્સમાંથી 50% 150+ રનોની રહી છે. જ્યારે 25% સદીની ઇનિંગ્સ 200+ રનની રહી છે.રુટ 100મી ટેસ્ટમાં ડબલ સદી ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન છે. રુટનો આ ભારત સામેનો સૌથી વધુ સ્કોર પણ છે. આ પહેલા ભારત સામે તેનો શ્રેષ્ઠ સ્કોર 154 રન નોટઆઉટ હતો.