વડગામ,તા.૫ 

કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે ગરિમાપૂર્ણ રીતે આગામી તા. ૧૫મી ઓગષ્ટિના રોજ પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. ૧૫મી ઓગષ્ટની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં સ્થળ પસંદગી, ધ્વજવંદન સ્થળે સેનેટાઇઝેશન, સફાઇ પરેડ ગ્રાઉન્ડ પર પાણીનો છંટકાવ, બેઠક વ્યવસ્થા, હેન્ડ સેનેટાઇઝેશન અને માસ્કની વ્યવસ્થા, હર્ષ ધ્વની, પોલીસ પરેડ, સ્વચ્છતા અને સફાઇની વિશેષ ઝુંબેશ, પીવાના પાણી અને ચા-નાસ્તાની વ્યવસ્થા, સરકારી કચેરીઓમાં રોશની શણગારની કામગીરી અને રંગરોગાન, વૃક્ષારોપણ, આંતર શાળાકીય- આંતર કોલેજ અંતર્ગત ડીઝીટલ માધ્યમથી ચર્ચા, ઓનલાઇન ક્વીઝ, દેશભક્તિ વિષય પર નિબંધ, કવિતા લેખન સ્પર્ધા, થીમ આધારીત વેબિનાર, ડીઝીટલ અને સોશ્યલ મિડીયાના માધ્યમથી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા અંગેના સંદેશ, ગીતો પ્રસારીત કરવા. કોવિડ-૧૯ મહામારીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓ, ર્ડાકટર, નર્સ, પોલીસ, સફાઇ કર્મીઓ, કર્મચારીઓ સહિત કોરોના વોરીયર્સ તરીકે વિશિષ્ટઅ કામીગીરી કરી હોય તેવા વ્યક્તિઓનું શાલ અને સર્ટિફિકેટ આપી સન્માન સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સમગ્ર કાર્યક્રમનું સંકલન નિવાસી અધિક કલેકટર એ.ટી.પટેલ કરી રહ્યા છે. આ કામગીરી માટે બનાસકાંઠા કલેકટર દ્વારા અધિકારીઓને જુદી જુદી ફરજો સોંપવામાં આવી છે.