નવી દિલ્હી-

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીની તાકાત વિશે કહ્યું કે ભારત પાસે ઘણી વધારે ક્ષમતા છે. દુનિયાભરમાં ભારતીય દવા અને વેક્સીન કંપનીઓ મોટી સંખ્યામાં સપ્લાઇ કરે છે. ભારતમાં બીજા કરતા વધારે વેક્સીન બને છે. જેમાં સિરમ ઇન્સ્ટીટ્યૂટ સૌથી મોટી મેન્યુફેક્ચરર છે. બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના ચેરમેન અને ટ્ર્સ્ટી બિલ ગેટ્સે કહ્યું કે ભારતમાં ઘણી મહત્વપૂર્ણ ચીજ થઈ છે. ત્યાંની ફાર્મા ઇન્ડસ્ટ્રી કોરોના વાયરસ વેક્સીન બનાવવામાં મદદ કરી રહી છે. જેમને અન્ય બીજી બીમારીઓથી નિપટવામાં તેમની વ્યાપક ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કોવિડ-19 વાઈરસ વિરુદ્ધ ભારતની લડાઈ નામની ડોક્યુમેન્ટરીમાં તેમણે કહ્યું હતું કે, ભારત તેની વિશાળ વસ્તી અને શહેરી કેન્દ્રોને કારણે આરોગ્ય સંકટનો મોટો પડકાર છે. આજે ડિસ્કવરી પ્લસ ચેનલ પર આ ડોક્યુમેન્ટરી પ્રસારિત કરવામાં આવશે.ભારતના દવા ઉદ્યોગની ક્ષમતાઓ વિશે બિલ ગેટ્સે કહ્યું કે, "ભારત પાસે ઘણી સંભાવના છે. ભારતની દવા અને વૈક્સીન કંપનીઓ આખા વિશ્વને સ્પલાય કરે છે. ભારતમાં સૌથી વધુ રસી બનાવવામાં આવે છે."બીલ ગેટ્સે કહ્યું કે, બાયો-ઈ, ભારત બાયોટેક જે કોરોના વેક્સીન બનાવવામાં માટે મદદ માટે કામ કરે છે.તેમણે કહ્યું કે, હું ઉત્સાહિત છું કે, દવા ઉદ્યોગ માત્ર ભારત માટે નહિ પરંતુ સમગ્ર દુનિયા માટે વેકસીનનું ઉત્પાદન કરશે.