બેઇિંજગ-

અડધી તૈયારીઓની સાથે લૉન્ચ કરવામાં આવેલુ ચીનનું સેટેલાઈટ પોતાના લક્ષ્‍ય સુધી પહોંચવામાં ફેલ રહૃાુ અને આકાશમાં ભટકીને ક્રેશ થઈ ગયુ. અંતરિક્ષનો સુપર પાવર બનવાનો પ્રયત્ન કરી રહેલા ચીનને વૈજ્ઞાનિક શોધ કરતા વધારે ઝડપથી આગળ નીકળવાના અને દૃુનિયાના દૃેશો વચ્ચે રોફ જમાવવાની ઈચ્છા છે. તેથી તેમના કેટલાક સ્પેસ મિશન સતત ફેલ થઈ રહૃાા છે. 

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ મિશનની અસફળતાના એક નાના સમાચાર પ્રકાશિત કર્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ચીનનું ઑપ્ટિકલ રિમોટ સેિંસગ સેટેલાઈટ જિલિન-એક ગોફેન ૦૨-સી પૂર્વ નિર્ધારિત કક્ષા સુધી પહોંચવામાં ફેલ રહૃાો છે. આ વેબસાઈટને ગોબી મરૂસ્થળમાં બનેલા સેટેલાઈટ લોન્ચ સેન્ટરથી સ્થાનિક સમય અનુસાર ૧ વાગીને ૨ મિનિટ પર લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ સેટેલાઈટને સૉલિડ રૉકેટથી લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. 

લૉન્ચ સેન્ટરે કહૃાુ કે લૉન્ચ થતા જ સેટેલાઈટની ગતિવિધિઓ અસામાન્ય થઈ ગઈ હતી અને મિશન ફેલ થઈ ગયુ. વિશેષજ્ઞોએ કહૃાુ કે સેટેલાઈટ અંતરિક્ષમાં ભટકી ગયુ અને ક્રેશ થઈ ગયુ છે. ચીનની સ્પેસ એજન્સીઓ આ મિશનના ફેલ હોવાના કારણની તપાસ કરી રહી છે. દૃુનિયાભરના સેટેલાઈટ લોન્ચ પર નજર રાખનારી વેબસાઈટ સ્પેસન્યુઝ ડૉટ કૉમ અનુસાર ત્નૈઙ્મૈહ-૧ ર્ય્ટ્ઠકીહ ૦૨ઝ્ર સેટેલાઈટ કથિતરીતે હાઈ રેઝોલ્યુશન કેમેરાથી લેસ હતુ. સ્પેસન્યુઝ ડૉટ કૉમ અનુસાર ૨૦૨૦માં ચીનના ૨૬ લૉન્ચમાં આ ચોથી અસફળતા છે. 

લદ્દાખની ગલવાણ ખીણમાં થોડા દિૃવસો પહેલા ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝડપમાં ચીનના કેટલાક સૈનિકો મોતને ભેટયા તે મુદ્દો હંમેશા અટકળોનો જ વિષય રહૃાો છે. હવે અમેરિકાના એક જાણીતા અખબાર ન્યુઝ વીકે ખુલાસો કર્યો છે કે, આ અથડામણમાં ચીનના ૬૦ સૈનિકો માર્યા ગયા હતા. લેખમાં કહેવાયુ છે કે, આ મોરચા પર આક્રમક હિલચાલના પ્રણેતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગ હતા પણ ચીનની સેના તેમાં લોપ પૂરવાર થઈ છે. 

ભારત સરહદૃ પર ચીનની સેનાની નિષ્ફળતાના પરિણામો લાંબાગાળાના હશે.ચીનની સેનાએ જિનિંપગને શરુઆતમાં જ કહૃાુ હતુ કે, સેનામાં વિરોધી અધિકારીઓને બહાર કરવામાં આવે.હવે એવુ લાગે છે કે. ચીની સેનાના કેટલાક મોટા અફસરો નિશાના પર આવશે. અખબારે લખ્યુ છે કે, લદ્દાખમાં નિષ્ફળતાના પગલે જિનિંપગ ભારત સામે વધારે આક્રમક વલણ અપનાવવા ઉત્તેજીત થશે.મે મહિનાની શરુઆતમાં જ એક્ચ્યુલ લાઈન ઓફ કંટ્રોલની દૃક્ષિણમાં ચીનની સેના આગળ વધી હતી.લદ્દાખમાં ત્રણ વિસ્તારોમાં ભારત અને ચીન વચ્ચે અસ્થાયી સરહદૃ છે અને તેનુ માર્કિંગ નક્કી નથી.જેના કારણે ચીનની સેના ભારતની સરહદૃમાં અવાર નવાર ઘુસતી હોય છે. 

જિનિંપગના સત્તા પર આવ્યા બાદૃ ઘૂસણખોરી વધી ગઈ છે.મે મહિનામાં ચીનની ઘૂસણખોરીથી ભારત ચોંકી ઉઠ્યુ હતુ.ભારતને રશિયાએ જાણકારી આપી હતી કે, તિબેટમાં ચીનની સેના સતત યુધ્ધાભ્યાસ કરીને તૈયારીઓ કરી રહી છે. અમેરિકાના ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રસીઝના ક્લિઓ પાસ્કલે આ લેખમાં કહૃાુ હતુ કે, જુન ૧૫ના રોજ ગલવા ખીણમાં ચીનની ઘૂસણખોરીથી ભારત સકતામાં આવી ગયુ હતુ.આ પૂર્વયોજિત રણનીતિ હતી.ચીનના સૈનિકો સાથે અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદૃ થયા હતા.૧૯૬૨માં ચીન સામે થયેલી હાર બાદૃ ભારતની સેના ડિફેન્સિવ વલણ અપનાવતી હોય છે પણ ગલવાન ખીણમાં એવુ નહોતુ થયુ.જેના કારણે ચીનના ૪૩ સૈનિકોના મોત થયા હતા.આ આંકડો ૬૦ થી વધારે હોઈ શકે છે.ભારતના જવાનો બહાદૃુરીથી લડ્યા હતા.