દિલ્હી-

કોરોનાની મહામારીમાં ભારતે પોતાનાં નાગરિકો ઉપરાંત અન્ય દેશોને પણ દવાઓ પહોંચાડી છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને 'નામ' દેશોનાં સ્વાસ્થ્ય મંત્રીઓ સાથેની ઓનલાઈન ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, 'કોરોનાનાં સંકટમાં ભારતે પોતાની જરૂરિયાતોની આપૂર્તિ સાથે 123 દેશોને દવાઓ પહોંચાડી છે.'

આ બેઠકમાં વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનનાં મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમ હોબ્રેયેસેસ પણ હાજર હતાં. હર્ષવર્ધને કહ્યું કે, 'ભારત હંમેશા દરેક વ્યક્તિનાં સ્વાસ્થ્ય માટે પ્રયાસરત રહેશે. ભારતે કોરોનાકાળમાં 'નામ' નાં 59 સભ્ય દેશ સહિત 123 ભાગીદાર દેશોને દવાઓ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ભારત કોરોનાનાં નિદાન, ઈલાજ અને રસી વિકસીત કરવાના પ્રયાસોમાં પણ સક્રીય રહ્યું છે. કારણ કે, અમે જાણીયે છીએ કે જયાં સુધી તમામ લોકો સુરક્ષિત નથી ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી. તેમણે જણાવ્યું કે, ભારતે પરિવર્તનશીલ રણનીતિને અપનાવી છે અને જેનો હેતુ સાર્વભૌમિક સ્વાસ્થ્યનો હતો. જેમકે, પ્રાથમીક સ્વાસ્થ્ય સંભાળ સહિતની પ્રવાસીઓને મજબૂત કરવી, નિ:શુલ્ક દવાઓ અને નિદાન સુધી પહોંચવામાં સુધારો કરવો અને સ્વાસ્થ્ય સંભાળ પર વધુ પડતો ખર્ચ ઘટાડવો.