ન્યુ દિલ્હી-


૯૭૯ નવા મોત સાથે કુલ મૃત્યુઆંક ૫૩૯૨૯એ પહોંચ્યો, રિકવરી રેટ ૭૩%ને પાર પહોંચી ગયો


દેશમાં કોરોના વાયરસના નવા નોંધાયેલા કેસોએ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે, દેશમાં પહેલીવાર ૭૦,૦૦૦ કરતા વધારે કેસ એક જ દિવસમાં નોંધાયા છે. વધુ ૭૦,૧૦૧ કેસ સાથે કુલ કેસનો આંકડો ૨૮ લાખને પાર કરીને ૨૮,૩૩૦૧૫ થયો છે. આ સાથે ૯૭૯ નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ મૃત્યુઆંક ૫૩,૯૨૯ થયો છે.

દેશમાં તાજા કેસનો નવો રેકોર્ડ નોંધાયો છે ત્યારે સૌથી વધારે ૧૩,૦૦૦ કરતા વધુ ૧૩,૧૬૫ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ સિવાય અન્ય ૭ રાજ્યો છે જ્યાં નવા નોંધાયેલા કેસોએ રેકોર્ડ તોડ્યા છે. આ પહેલા મહારાષ્ટ્રમાં ૮ ઓગસ્ટના રો ૧૨,૮૨૨ કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ૬,૮૮,૧૬૨ થઈ ગઈ છે. જ્યારે કુલ ૨૦,૯૦,૯૨૪ દર્દીઓ વાયરસને હરાવીને સાજા થઈ ગયા છે- આ સાથે રિકવરી રેટ ૭૩.૮% પર પહોંચ્યો છે. 

ઓગસ્ટના પાછલા ૧૯ દિવસમાં મહારાષ્ટ્રમાં ૨.૦૭ લાખ નવા કેસ ઉમેરાયા છે, જ્યારે જેમાંથી માત્ર ૯.૩% એટલે કે ૧૯,૩૩૧ કેસ મુંબઈમાં નોંધાયા છે. રાજ્યમાં પાછલા ૩૦ દિવસથી ૧.૫ લાખ એક્ટિવ કેસ રહ્યા બાદ આંકડો ૧.૬ લાખ પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં વધુ ૩૪૬ મૃત્યુઆંક નોંધાયા છે, આ સાથે કુલ મૃત્યુઆંક ૨૧,૦૦૦ને પાર કરીને ૨૧,૦૩૩ થયો છે. જ્યારે મુંબઈ ૩૪૬માંથી ૪૬ મૃત્યુઆંક બુધવારે નોંધાયો હતો.

મહારાષ્ટ્રા પછી કર્ણાટકમાં સૌથી વધારે ૧૨૬ મૃત્યુ નોંધાયા, જ્યારે તામિલનાડુમાં ૧૧૬ મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે, જેમાં કેરળમાં ૨૩૩૩, યુપીમાં ૫૧૫૬, ઝારખંડમાં ૧૨૬૬, પંજાબમાં ૧૬૯૩, હરિયાણામાં ૯૯૪, છત્તીસગઢમાં ૭૫૯ અને જમ્મુ-કાશ્મીરમાં ૭૦૮ કેસ નોંધાયા છે. કેરળમાં પહેલીવાર નવા કેસનો આંકડો ૨૦૦૦ને પાર ગયો છે. આ સાથે કુલ કેસનોં આંકડો ૫૦,૦૦૦ને પાર કરીને ૫૦,૨૩૧ પર પહોંચી ગયો છે. તો આંધ્રપ્રદેશમાં નવા ૯,૭૪૨ કેસ નોંધાયા છે. 

આંકડા મુજબ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ સંક્રમિતોની હોસ્પિટલોમાં સારવાર ચાલુ છે. ત્યારબાદ બીજા નંબરે તામિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારતનું ત્રીજુ સ્થાન છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે ભારત દુનિયાનો ત્રીજાે સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ ભારત છે. એક જ દિવસમાં કેસની સંખ્યા જાેઈએ તો અમેરિકા અને બ્રાઝિલમાં ક્રમશઃ ૪૩,૨૩૭ અને ૪૮,૫૪૧ નવા કેસ એક દિવસમાં જાેવા મળ્યાં છે. જ્યારે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૯,૬૫૨ નવા કેસ નોંધાયા છે.