માલે-

વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે અહીં કહ્યું હતું કે ભારત હંમેશા માલદીવનો વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર રહેશે. ભારતે માલદીવ સાથે 5 કરોડ ડોલર સંરક્ષણ લોન કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે જે આ ટાપુ રાષ્ટ્રમાં શિપિંગ ક્ષેત્રે ક્ષમતા નિર્માણ સુવિધાઓને વેગ આપશે.

બે દિવસીય મુલાકાત પર અહીં આવેલા જયશંકરે માલદીવના સંરક્ષણ પ્રધાન મારિયા દીદીને પણ મળી હતી.તેમણે ટ્વિટ કર્યું હતું કે, સંરક્ષણ પ્રધાન મારિયા દીદી સાથે સૌમ્ય બેઠક. અમારા સંરક્ષણ સહયોગ પર ઉપયોગી આદાનપ્રદાન થયું. ભારત હંમેશા માલદીવનો વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર રહેશે. "