દિલ્હી-

ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ નરવાને કહ્યું છે કે ભારતે તેના આસપાસના દેશો સાથે કનેક્ટિવિટી વધારવાની જરૂર છે, જેથી ભારતની આસપાસ યથાવત્‌ સ્થિતિ બદલવા માટે ચીન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો સાથે કાર્યવાહી કરી શકાય. આર્મી ચીફ એમ.પી. નરવાનેએ કહ્યું કે, ચીન જે રીતે એકતરફી રીતે પડોશની વિવાદિત સરહદો પર સ્થિરતા બદલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેણે વિવાદ અને અવિશ્વાસનું વાતાવરણ ઉભું કર્યું છે. જાેડાણ પર ધ્યાન કેન્દ્રિત કરતાં જનરલ મનોજ નરવાને કહ્યું, “પ્રાદેશિક અને આંતરિક પર કેન્દ્રિત કનેક્ટિવિટી સીધી સુરક્ષા સાથે સંબંધિત છે. ઉત્તર-પૂર્વની સંભાવનાઓને બહાર લાવવી અને ચીની પ્રભાવને સંતુલિત કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કલાદાન મલ્ટી-મોડલ અને ત્રિપક્ષીય હાઇવે જેવા પડોશી દેશોમાં કનેક્ટિવિટી માટેની ભારતની આંતરરાષ્ટ્રીય યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતાં મનોજ નરવાને કહ્યું, “અમે જે રીતે અમારા વચનો પૂરાં કરી શક્યા નહીં, તે પ્રાદેશિક જાેડાણ માટેના અમારા પ્રયત્નોને નિષ્ફળ કરી. ઉત્તર પૂર્વ પર પડોશી દેશોમાં રાજકીય અસ્થિરતાના પ્રભાવ વિશે વાત કરતા નરવાને કહ્યું કે, “આપણી આસપાસના પાડોશી દેશોની પ્રવૃત્તિઓ સીધા ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારની સુરક્ષાને અસર કરે છે.” નેપાળ ભારતનો પરંપરાગત મિત્ર રહ્યો છે, પરંતુ તેમાં ચીની રોકાણો એટલા બધા થયા છે કે આજે નેપાળ સૌથી મોટા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આર્મી ચીફે ભારતના ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં એક આસામ રાઇફલ અને યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ચેલેન્જનું આયોજન કર્યું છે. સેના પ્રમુખનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે. જ્યારે ચીન પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવથી પોતાના સૈનિકો પરત ખેંચવાની સંમતિ આપી ચૂક્યું છે. જેને લઈને ગયા વર્ષે એપ્રિલ મહિનાથી બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.