દિલ્હી-

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા હાલમાં થયેલા ભ્રષ્ટાચાર સંદર્ભે પસ્ર્પેશન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે તેમણે ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા ઉઠાવેલા પગલાઓના આધારે વિશ્વના 180 દેશોની રેન્કિંગ તૈયાર કરી છે. આ રેન્કિંગમાં ભારત 86મા ક્રમે છે. તેવી રીતે પાડોશી દેશ ચીન 78માં, પાકિસ્તાન ૧૨૪માં અને બાંગ્લાદેશ ૧૪૬માં સ્થાને છે.

દર વર્ષે વિશ્વના દેશોનું કૌભાંડ પર ઈન્ડેક્સ તૈયાર કરનાર આંતરરાષ્ટ્રીય સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે ચાલું વર્ષે કોવિડ 19 મહામારી સામે મુકાબલો કરતી વખતે થયેલા ભ્રષ્ટાચાર પર વિશેષ જાેર આપ્યું છે. આ માપદંડમાં બાંગ્લાદેશ એકદમ છેલ્લે પછડાયું છે. સંસ્થાના અધ્યક્ષ ડેલિયા ફેરેરા રુબિઓએ જણાવ્યું કે, “કોવિડ -19 માત્ર સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ જ નથી. તે ભ્રષ્ટાચારનું સંકટ પણ છે જેનો આપણે હાલમાં સામનો કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છીએ.

રુબિઓએ વધુમાં જણાવ્યું કે, ગત વર્ષે સરકારોની જે પરીક્ષા થઈ, તે પહેલા ક્યારેય થઈ નથી. ઉચ્ચ કક્ષાએ ફેલાયેલા ભ્રષ્ટાચારને કારણે પડકારોનો સામનો કરવામાં વામળા સાબિત થયા છીએ. પરંતુ જે લોકો ભ્રષ્ટાચાર પસ્ર્પેશન ઈન્ડેક્સમાં ટોચ પર છે, તેઓએ પણ પોતાના દેશ અને વિદેશમાં ભ્રષ્ટાચારને હરાવવા માટે ઝડપી અને અનિવાર્ય ભૂમિકા ભજવવી પડશે.

જાેકે, આ રેન્કિંગમાં 100 માંથી 88-88 પોઇન્ટ સાથે ન્યુઝીલેન્ડ અને ડેનમાર્ક ટોચ પર છે. તેજ સમયે, ભારતને 100માંથી 40, ચીન 43, પાકિસ્તાન 31 અને બાંગ્લાદેશને માત્ર 26 પોઇન્ટ મળ્યા છે. અન્ય એક પાડોશી દેશ અફઘાનિસ્તાને 100 માંથી 19 પોઇન્ટ મેળવીને 165 રેન્ક મેળવ્યો છે. જાે કે, તે ૨૦૨૧થી અત્યાર સુધી 11 સ્થાનો પર ચઢવામાં સફળતા મેળવી છે અને આ મામલામાં એશિયન દેશોમાં અગ્રેસર છે.