દિલ્હી-

ભારતીય સેના પોતાના જવાનો માટે અમેરિકા પાસેથી 72,000 સિગ સોર અસોલ્ટ રાઈફલની ખરીદવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરી છે. ભૂમિ દળના આધુનિકીકરણ માટે આ હથિયાર ખરીદવામાં આવી રહ્યાં છે. અધિકારીઓએ રવિવારે આ બાબતે જાણકારી આપી હતી. પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન સેના વચ્ચે સરહદ વિવાદ ચારી રહ્યો છે. જેથી તણાવપૂર્ણ માહોલની સ્થિતિ વચ્ચે આ ખરીદી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ના ઑક્ટોબરમાં સેનાએ 7 લાખ રાઈફલ, 44,000 હળવા મશીન ગન અને આશરે 44,600 કાર્બાઇન ખરીદી પ્રક્રિયા શરૂ કરી હતી. ચીન અને પાકિસ્તાન સરહદ પર વધતા જતા તણાવગ્રસ્ત માહોલ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત દ્વારા વિવિધ હથિયારોની ખરીદીના કામમાં ઝડપ વધારવામાં આવી છે.

ભારતીય સેના તેના જવાનો માટે અમેરિકા પાસેથી 72,000 સિગ સોર અસોલ્ટ રાઈફલની ખરીદીની પ્રક્રિયા ઝડપથી આગળ વધારી રહ્યું છે. ભૂમિ દળના આધુનિકીકરણ કરવા માટે આ ખરીદી કરવામાં આવી રહી છે.