દિલ્હી-

હાલની કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત પર ભાર મુકતા આ દિશામાં બીજુ મોટું પગલું ભર્યું છે. હવે ભારત આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસ કરશે. કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ મિસાઇલ છે જે ડીઆરડીઓએ તૈયાર કરી છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે આત્મનિર્ભર ભારત મિશન અંતર્ગત દેશ સંરક્ષણના ક્ષેત્રમાં તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી રહ્યો છે, મિસાઇલો બનાવવાની ક્ષમતામાં પણ વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  રાજનાથસિંહે કહ્યું કે આકાશની નિકાસને વેગ આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આકાશ મિસાઇલનું સંસ્કરણ જે નિકાસ કરવામાં આવશે તે ભારતીય સૈન્યના કાફલામાં સમાયેલ મિસાઇલથી અલગ હશે.