કેસ્ટેલન (સ્પેન)

સ્પેનના કેસ્ટેલાનમાં ચાલી રહેલી બોક્સમ એલાઇટ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારતની છ વખતની ચેમ્પિયન એમસી મેરી કોમ સહિત ચાર ભારતીયોએ દેશ માટે મેડલ જીત્યાં છે. ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે આઠ ભારતીય પોતાનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રમશે. ટુર્નામેન્ટના બીજા દિવસે મહિલા બોક્સર જસ્મિને (૫૭ કિગ્રા) કેટેગરીમાં અમેરિકન એન્ડ્રીયા મેદિનાને ૫-૦ થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

જાસ્મિન ઉપરાંત છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમ (૫૧ કિગ્રા), એશિયન ચેમ્પિયન પૂજા રાણી (૭૫ કિગ્રા) અને સિમરનજીત કૌર (૬૦ કિગ્રા) પણ સેમિફાઇનલમાં પહોંચી હતી અને મેડલ મેળવ્યો હતો. રાનીએ ઇટાલીની અસુંતા કેનફોરાને ૫-૦ થી હરાવી જ્યારે સિમરનજીતે સ્ટીફનના યુજેનીયા એલ્બન્સને ૫-૦થી પરાજિત કરી.

જોકે બે વખતની વિશ્વ કાંસ્ય ચંદ્રક વિજેતા લવલિના બોરગોહેન (૬૯ કિગ્રા) ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ હતી. ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય કરનારી લવલિનાને રશિયાની સદ્દમ દલગાટોવાએ ૫-૦થી પરાજિત કરી હતી. તેજ સમયે એશિયન બ્રોન્ઝ મેડલ વિજેતા મનીષા મૌન (૫૭ કિગ્રા) પણ ઇટાલીની ઇરમા તિસ્તા સામે ૫-૦ થી હારી ગયા બાદ બહાર થઈ ગઈ હતી.

આ અગાઉ મેરી કોમે તેની વર્ગ મેચમાં ઇટાલીની જિઓર્દાના સોરેન્ટિનોને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. મેરી કોમે આ વર્ષની ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરી લીધી છે.