સિડની : 

ઓસ્ટ્રેલિયાએ સિડની ખાતે રમાયેલી પહેલી વન-ડેમાં ભારતને 66 રનથી હરાવી દીધુ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથના સેન્ચુરીની મદદથી 6 વિકેટે 374નો જંગી સ્કોર ઉભો કર્યો હતો. જેના જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 308 રન બનાવી શકી હતી. પ્રથમ વન-ડેમાં ૬૬ રનથી મળેલ હાર બાદ ભારતીય ક્રિકેટર સિડની ફરવા નીકળ્યાં હતાં.

૨૯મી નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ રમાશે. તે પહેલાં ભારતીય ક્રિકેટર સિડનીમાં ફરતાં જોવા મળ્યાં હતાં. ભારતીય વિકેટકીપર ઋદ્ધિમાન સાહાએ કેટલીક તસવીરો શેર કરી હતી.

આ તસવીરોમાં સાહા સાથે સિડની હાર્બર ખાતે પૃથ્વી શો, કાર્તિક ત્યાગી અને સુંદર મસ્તી કરતાં નજરે પડ્યાં હતાં. જો કે, સાહા અને શો બન્ને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં મેદાને ઉતરશે. ટેસ્ટ સીરિઝની શરૂઆત ૧૭ ડિસેમ્બરે એડિલેડમાં થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે, ટી-૨૦ અને ચાર ટેસ્ટ મેચો રમાશે. જેમાં શુક્રવારે રમાયેલી પહેલી વન-ડે મેચમાં ભારતનો ૬૬ રનથી પરાજય થયો હતો.