નવી દિલ્હી 

બીસીસીઆઈએ ભારતીય ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પરિવારને સાથે લઈ જવાની મંજુરી આપી છે. બે મહિનાથી લાંબી ટૂર પર અનેક ખેલાડીઓએ પરિવારને સાથે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શરૂઆતમાં બોર્ડે તેના અંગે અનિચ્છા વ્યક્ત કરી હતી. જોકે, અનેક ખેલાડી મહિનાથી પરિવારથી દૂર છે. બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા બોર્ડને 60 સભ્યોના મોટા સ્ટાફને મોકલવા પર રાજી કરી લીધું છે. ટીમ આઈપીએલ પછી ચાર્ટર્ડ ફ્લાઈટમાં દુબઈથી સીધી સિડની જશે. ત્યાં ક્વોરેન્ટાઈન દરમિયાન ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકશે.

બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, કેટલાક ખેલાડીએ પરિવારને સાથે લઈ જવાની મંજૂરી આપી હતી, કેમ કે તે યુએઈમાં સાથે ગયા ન હતા. ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ત્રણ વનડે, ત્રણ ટી20 અને એક ડે-નાઈટ ટેસ્ટ સહિત કુલ 4 ટેસ્ટ રમવાની છે. કોવિડ-19 પછી ટીમ ઈન્ડિયાની આ પ્રથમ ઈન્ટરનેશનલ સીરિઝ પણ છે.