ગલવાન ઘાટીમાં ગત દિવસોમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસા દરમિયાન 20 ભારતીય જવાનો શહીદ થયા હતા, ત્યાર બાદથી દેશભરમાં ચીની સામાનના બોયકોટને લઈને અવાજો ઉઠવા લાગ્યા છે, જેની વચ્ચે ભારતીય વેઇટલીફટર્સ દ્વારા પણ ચીનની કંપનીઓના ઉત્પાદનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય કરાયો છે.

બીજી તરફ વેઇટલિફ્ટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ચીનથી આવેલા ઉત્પાદનોને નબળા ગણાવ્યા છે, ફેડરેશને ચીની સામાનનો બોયકોટ કરવાની વાત પણ જણાવી છે, અને ટોક્યો ઓલમ્પિકમાં ચીનમાં ઉત્પાદન કરવામાં આવેલા સાધનો ચીનની કંપની જેકસીનો સમાન નહીં ખરીદવાનો નિર્ણય કર્યો છે.

ફેડરેશને જણાવ્યું છે કે ચીનની કંપની જેકેસીએ છેલ્લા ચાર લીફટીંગ સેટ ભારતીય વેટલેફ્ટર્સને પુરા પાડ્યા હતાં. જે સારા નીકળ્યા નથી અને ભારતીય વેઇટલીફટર્સ તેનો ઉપયોગ કરી રહ્યા નથી. ફેડરેશને જણાવ્યું હતું કે ચીનના સમાનનો બોયકોટ થવો જોઈએ. ચીનમાં બનેલા કોઈપણ સમાનનો ઉપયોગ થવો જોઈએ નહીં એટલુંજ નહિ ભારતીય કંપનીઓઓ અને અન્ય દેશો દ્વારા બનાવવામાં આવેલા સેટ ખરીદવામાં આવશે. જેની જાણકારી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપી દીધી છે. રાષ્ટ્રીય કોચ વિજય શર્માએ જણાવ્યું છે કે શિબિરમાં જોડાયેલા તમામ વેઇટલીફટર્સ ઓનલાઈન સામાન ખરીદતી વખતે એ ધ્યાન રાખી રહ્યા છે કે આ સામાન ચીનની કંપનીનો તો નથીને. એટલું જ નહીં ખેલાડીઓ ચીની એપ ટિકટોકનો પણ બોયકોટ કરી રહ્યા છે.