અમદાવાદ-

વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ પ્રધાનમંત્રી માટે ભારતમાં વસતા નાગરિકો જેટલી જ અગ્રતા ધરાવતી હોય છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એલિફન્ટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પહોંચ્યું હતું.કાબુલથી વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો છલકાયા હતા. જામનગર એરપોર્ટ પર લાગ્યા "ભારત માતાની જય"ના નારા લગાવવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત રાખવા વતન પરત લાવવા પ્રધાનમંત્રીએ તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીય નાગરિકોને એરલિફટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. આજે એરફોર્સના વિમાન C-17 દ્વારા મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે. જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલ નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. પ્રધાનમંત્રીએ સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન ઉપર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે.