જિનિવા-

કોરોના સામે લડવા માટે અત્યારે વેક્સિનેશનને સૌથી પ્રભાવશાળી હથિયાર માનવામાં આવી રહ્યું છે. અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન જેવા દેશોએ પોતાની વેક્સિન બનાવી છે અને પૂરજાેશમાં વેક્સિનેશન કરી રહ્યા છે. ભારતે પણ સ્વદેશી વેક્સિન બનાવી છે. જાે કે તેને ડબલ્યુએચઓથી અત્યાર સુધી મંજૂરી મળી નથી, પરંતુ હવે એવા સંકેત મળ્યા છે કે બહુ જ જલદી ડબલ્યુએચઓ દ્વારા ભારતની કોવેક્સિનને અપ્રૂવલ મળી શકે છે.

કોવેક્સિનને જૂલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે ડબલ્યુએચઓથી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. કંપનીએ જણાવ્યું છે કે ૬૦ દેશોમાં કોવેક્સિન માટે રેગ્યુલેટરી અપ્રુવલ્સની પ્રોસેસ ચાલી રહી છે. આમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકા અને બ્રાઝીલ પણ સામેલ છે. અપ્રૂવલ માટે ડબલ્યુએચઓ-જીનેવામાં એપ્લિકેશન આપવામાં આવી છે. અત્યારે વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકના એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટને ડબલ્યુએચઓએ સ્વીકાર કર્યું છે. કોવેક્સિનને અપ્રૂવલ અપાવવા માટે કંપનીએ ૧૯ એપ્રિલના ઇઓઆઇ સબમિટ કર્યું હતુ.
આ અનુસંધાનમાં પ્રી-સબમિશન મીટિંગ ૨૩ જૂનના થશે. ઉલ્લેખનીય છે કે ડબલ્યુએચઓની ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગમાં મહામારી જેવી પબ્લિક હેલ્થ ઇમરજન્સીમાં હેલ્થ પ્રોડક્ટની સેફ્ટી અને ઇફેક્ટિવનેસની તપાસ કરવામાં આવે છે. ડબલ્યુએચઓએ ફાઇઝરની વેક્સિનને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના ઑક્સફોર્ડ-એસ્ટ્રેઝેનેકાની વેક્સિનને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના અને જાેનસન એન્ડ જાેનસનની વેક્સિનને ૧૨ માર્ચના ઇમરજન્સી યૂઝ અપ્રૂવલ આપી હતી. ડબલ્યુએચઓ પ્રમાણે ઇમરજન્સી સ્થિતિને જાેતા જલદીથી જલદી દવા, વેક્સિન અને ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિકસિત કરવા અને અપ્રૂવ કરવા જરૂરી છે. એ પણ સેફ્ટી, એફિકેસી અને ક્વોલિટીના માપદંડો પર ખરા ઉતરે તે રીતે. આ અસેસમેન્ટ મહામારી દરિયાન વ્યાપક સ્તર પર લોકો માટે આ પ્રોડક્ટ્‌સની ઉપયોગિતાની ખાતરી કરે છે.