ભાવનગર-
ભારતનું સૌથી મોટું અને લક્ઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની હરાજી મુંબઇ હાઇકોર્ટમાં સંપન્ન થયા બાદ સત્તાવાર રીતે લંડનની એનકેડી મેરીટાઇમ લિમિટેડને લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી અને કેશબાયર દ્વારા કોર્ટ સમક્ષ ૧૧.૬૫ લાખ ડોલરની રકમની ચુકવણી કરવામાં આવી હતી. તરતી જન્નતના હુલામણા નામથી જાણીતી કર્ણિકા લક્ઝુરિયસ ક્રૂઝ શિપની માલિકી જાલેશ ક્રૂઝિસ કંપની દ્વારા ધરાવવામાં આવે છે,
પરંતુ તેઓ નાદાર સાબિત થતાં જહાજને વેચવાનો વારો આવ્યો હતો. અનેક લોકોનાં નાણાં બાકી હોવાથી કોર્ટ કેસમાં ફસાયેલા શિપની હરાજી કોર્ટ દ્વારા કરી અને નાણાંની ચુકવણી કરવાની વ્યવસ્થા ગોઠવાઇ રહી હતી. કોરોના ફેલાતાની સાથે જ કર્ણિકા જહાજ ૧૨મી માર્ચ ૨૦૨૦થી મુંબઇ પોર્ટમાં બાંધી રાખવામાં આવ્યું છે અને હાલ ૬૦ ક્રૂ-મેમ્બરો તેની દેખભાળ કરી રહ્યા છે. આ જહાજ મુંબઇ-દુબઇ વચ્ચે ચલાવવામાં આવી રહ્ય્šં હતું.
કર્ણિકા જહાજમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને એ ક્રૂઝ સેવામાં ખાસ્સું લોકપ્રિય છે. એનકેડી મેરીટાઇમ કંપની દ્વારા કોર્ટમાંથી કર્ણિકા ક્રૂઝ શિપ ખરીદવામાં આવ્યું છે અને તેમની પાસેથી ખરીદવા માટે અલંગના શ્રીરામ ગ્રુપ ઉપરાંત બાંગ્લાદેશના શિપબ્રેકરો પણ પ્રયાસ કરી રહ્યા છે. એનકેડી મેરીટાઇમના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, જે અંતિમ ખરીદનાર શિપબ્રેકર તરફથી વધુ રકમની ઓફર થશે ત્યાં આ જહાજ ભાંગવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments