ન્યુ દિલ્હી,તા.૧૩

લદાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ગતિરોધનો કેસ ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે. ભારતીય સેના પ્રમુખ એમએમ નરવાણે એ શનિવારના રોજ કહ્યુ કે ભારત ચીન સાથે વાતચીત દ્વારા મતભેદોના સમાધાનમાં રોકાયેલ છે. બંને દેશોની સરહદ પરની પરિસ્થિતીઓ સંપૂર્ણ નિયંત્રણમાં છે. બંને દેશોની સરહદ પર સ્થિતી સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. તો નેપાળની સાથે શરૂ થયેલા સરહદ વિવાદ પર બોલતા સેના પ્રમુખે કહ્યુ કે બંને દેશો વચ્ચે મજબૂત ભૌગોલિક સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો છે જે આગળ પણ ચાલુ રહેશે.

સેના પ્રમુખે શનિવારે પરિÂસ્થતિ નિયંત્રણમાં હોવાનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યુ, ‘હું દરેકને આશ્વસ્ત કરવા માંગીશ કે ચીનની સાથે લાગેલી આપણી સરહદો પર પરિÂસ્થતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. આપણે ચીન સાથે કમાન્ડર સ્તરની તમામ વાતચીત કરી રહ્યા છીએ. નરવણે એ કહ્યુ કે આ સિવાય સ્થાનિક સ્તર પર પણ સમાન રેન્કના કમાન્ડર્સની વચ્ચે વાટાઘાટો દ્વારા ગતિવિધિને ઉકેલવાના પ્રયાસ ચાલી રહ્યા છે. સેના પ્રમુખે કહ્યુ કે વાતચીત દ્વારા ગતિવિધિને ઘણો ઘટાડી ચૂકયા છીએ. સેના પ્રમુખે નેપાળની સરહદ પર વધી રહેલ હલચલ વિશે પણ વાત કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે મજબૂત સાંસ્કૃતિક સંબંધોને ટાંકતા કહ્યુ કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહેશે. નેપાળ સાથેના આપણા સંબંધો ઘણા મજબૂત છે.