દિલ્હી-

પૂર્વી ઈન્ડોનેશિયા અને પડોશી તિમોર-લેસ્ટ માં મુશળધાર વરસાદથી મૃત્યુઆંક વધીને 100 પર પહોંચી ગયો છે. 62 થી વધુ લોકો લાપતા છે. આ વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે, એમ કટોકટી સેવાઓએ જણાવ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં ભૂસ્ખલન અને પૂરથી અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. પૂરને કારણે મોટી સંખ્યામાં મકાનોને ભારે નુકસાન થયું છે.કેટલાક મકાનો તણાઇ ગયા છે બચાવ કામગીરીમાં વપરાતા ભારે અને આધુનિક ઉપકરણોના અભાવને કારણે પણ બચાવ કામગીરી ગતિ ધીમી છે. મોટી સંખ્યામાં મકાનોને નુકસાન થવાને કારણે અનેક લોકો ઘરવિહોણા બની ગયા છે.