ગીર સોમનાથ-

કોરોના મહામારીનો કહેર ઘટી રહ્યો છે તેવા સમયે વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીમાં 3 પ્રાધ્યાપકો અને 1 એકાઉટન્‍ટ સહિત ચાર લોકો કોરોના પોઝિટિવ આવતા ચકચાર પ્રસરી ગયો છે. ચારેયની તબિયત સ્‍થ‍િર હોવાથી હાલ તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્‍યા છે. હાલમાં યુનિવર્સિટીમાં 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સહિત અન્‍ય કર્મચારીઓના ટેસ્‍ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ યુનિવર્સિટીમાં કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્‍તપણે પાલન કરવા માટે સુચના આપવામાં આવી છે.વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીમાં 3 પ્રાધ્યાપકો અને 1 એકાઉટન્‍ટ સહિત 4 લોકો કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ હતી. ચારેયની તબિયત સ્‍થ‍િર હોવાથી હાલ તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્‍યા છે. યુનિવર્સિટીમાં કોરોનાના કેસો આવતા વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.