સર્બિયા.તા.૨૩ 

વિશ્વ નંબર વન પુરુષ ટેનિસ સ્ટાર નોવાક જાકોવિકને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સર્બિયન ટેનિસ ખેલાડીએ તાજેતરમાં સર્બિયા અને ક્રોએશિયામાં આયોજીત પ્રદર્શની ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો જ્યાં કેટલાંક ખેલાડીઓને કોરોના વાઈરસથી સંક્રમિત થયાં છે.ત્યાર બાદ નોવાકે પણ પોતાનો ટેસ્ટ કરાવ્યો. ઉલ્લેખનીય છે કે ફાઈનલ રદ થયા બાદ તે ક્રોએશિયાથી જતો રહ્યો અને બેલગ્રાદમાં એનો ટેસ્ટ થયો.

આ પહેલા પ્રદર્શની ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર વિક્ટર ટ્રોઈકીનું કહ્યું કે તે અને તેમની ગર્ભવતી પત્ની બંને કોરોના વાઈરસથી સંક્રમિત છે.સર્બિયાના ખેલાડી ટ્રોઈકી બે ચરણની ટૂર્નામેન્ટના પહેલા ચરણમાં બેલગ્રાદમાં જાકોવિક સામે રમ્યો હતો. ટ્રોઈકી વિશ્વ રેકિંગમાં ટોપ ૨૦માં સામેલ રહ્યો.

વિશ્વ નંબર વન ટેનિસ ખેલાડી જાકોવિક એડ્રિયા ટૂરના કેન્દ્ર સ્થાને હતો. એડ્રિયા ટૂર પ્રદર્શની મેચોની સિરીઝ હતી જેની શરૂઆત સર્બિયાની રાજધાનીમાં થઈ અને પાછલા સપ્તાહાંત ક્રોએશિયાના જદરમાં મેચોનું આયોજન થયું. આ પહેલા ત્રણ વાર ગ્રેન્ડ સ્લેમ સેમીફાઈનલમાં જગ્યા બનાવનાર બુલ્ગારિયાના ગ્રિગોર દિમિત્રોવ કહ્યું હતુંકે તે કોરોના વાઈરસ પોઝિટીવ આવ્યો છે. દિમિત્રોવ સામે રમનાર બોર્ના કોરિકને પણ કોરોના પોઝિટીવ આવ્યો. આ બંને જ દેશોમાં મેચોના દરમ્યાન સામાજિક અંતરના નિયમોનું પાલન જળવાયું ના હતું.