લદ્દાખ,તા.૧૯ 

લદ્દાખમાં ચીનની સાથે તણાવ ચરમ પર છે. હવે ભારત દગાખોર ચીનને દરેક રીતે પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યું છે. સેના, વાયુસેના અને નેવીને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વાયુસેના પોતાના યુદ્ધ વિમાનોને ફારવર્ડ બેઝ પર તૈનાત કરી રહી છે. આ દરમિયાન વાયુસેનાનાં ચીફ આરકેએસ ભદૌરિયાએ લેહ અને શ્રીનગર એરબેઝનો પ્રવાસ કર્યો છે. આને ચીનને મોટા સંકેત આપવા તરીકે જાવામાં આવી રÌšં છે. અહીંથી લદ્દાખમાં તાત્કાલિક કોઈપણ આૅપરેશનને મોટો અંજામ આપી શકાય છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ લદ્દાખ વિસ્તારમાં કોઈપણ પ્રકારનાં આૅપરેશન માટે બંને એરબેઝ ઘણા મહત્વનાં છે. ભદૌરિયાનો આ પ્રવાસ ઘણો જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કેમકે ગલવાન ખીણમાં ચીની સૈનિકોની સાથે મારામારીમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા બાદ ત્રણેય સેનાનાં ચીફે વર્તમાન સ્થતિનું નીરિક્ષણ કર્યું હતુ. આ બેઠકનાં કેટલાક દિવસ બાદ ભદૌરિયા આ પ્રવાસ પર આવ્યા છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે એરફોર્સ ચીફ બે દિવસનાં પ્રવાસે આવ્યા હતા અને આૅપરેશનલ નીરિક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે ચીન લદ્દાખ સરહદ પર ઉશ્કેરણી કરી રહ્યું છે અને તેણે અહીં ૧૦ હજાર સૈનિકોને ગોઠવ્યા છે. પોતાના પ્રવાસનાં પહેલા તબક્કામાં એરચીફ ૧૭ જૂનનાં લેહ પહોંચ્યા હતા જ્યાંથી તેઓ શ્રીનગર એરબેઝ ૧૮ જૂનનાં ગયા. આ બંને એરબેઝ પૂર્વ લદ્દાખ વિસ્તારની નજીક છે અને કોઇપણ યુદ્ધ વિમાન માટે અહીં ઉડાન ભરવી સરળ છે અને અહીંથી ચીન પર ભારત ભારે પડી શકે છે.

ચીનની નાપાક હરકતને જાતા વાયુસેનાએ સુખોઈ ૩૦, ૩૦સ્દ્ભૈં, મિરાજ ૨૦૦૦ અને જગુઆર યુદ્ધ વિમાનોને ફ્રંટલાઇન પર પહોંચાડી દીધા છે. જ્યાંથી આ વિમાનો શાર્ટ નોટિસ પર આૅપરેશનને અંજામ આપી શકે છે. ભારતીય સેનાને પૂર્વ લદ્દાખ સેક્ટરમાં સપોર્ટ માટે અમેરિકી અપાચે હેલીકોપ્ટર પણ નજીકમાં તૈનાત કરવામાં આવ્યા છે. ચિનૂક હેલીકોપ્ટરને પણ લેહ એરબેઝ નજીક તૈનાત કરવામાં આવ્યા છે. MI-૧૭v૭૫ હેલીકોપ્ટરને જરૂરી સામાન ઉઠાવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.