ન્યૂ દિલ્હી

સરકારે મોંઘવારીના મોર્ચા પર એક વધુ ઝટકો લાગ્યો છે. થોક મોંઘવારીના બાદ હવે રિટલ મોંઘવારી પણ વધતો જોવા મળી રહ્યો છે. મે મહિનામાં (રિટેલ અથવા રિટેલ મોંઘવારી) ૪.૨૩ ટકાથી વધીને ૬.૩૦ ટકા પર આવી ગઇ છે. જ્યારે તે ૫.૩૯ ટકા પર રહેવાનું અનુમાન હતો. મે મહિનામાં ખાદ્ય ચીજોની રિટેલ મોંઘવારી એપ્રિલમાં ૧.૯૬ ટકાથી વધીને ૫.૦૧ ટકા પર આવી ગઇ છે. જ્યારે મહિના દર મહિનાના આધાર પર શાકભાજીની મોંઘવારી -૧૪.૧૮ ટકાથી વધીને -૧.૯૨ ટકા પર આવી ગઇ છે.

મે મહિનામાં ફ્યૂલ અને વીજળીનો મોંધવારી એપ્રિલના ૭.૯૧ ટકાથી વધીને ૧૧.૫૮ ટકા પર આવી ગઇ છે. જ્યારે હાઉસિંગ મોંઘવારી ૩.૭૩ ટકાથી વધીને ૩.૮૬ ટકા પર આવી ગઇ છે. મે મહિનામાં કપડા, ફૂટવેરની મોંઘવારી વધીને ૫.૩૨ ટકા પર આવી ગઇ છે. મહિના દર મહિનાના આધાર પર કઠોળની મોંઘવારી ૭.૫૧ ટકાથી વધીને ૯.૩૯ ટકા પર આવી ગઇ છે. મે કોર મોંઘવારી દર એપ્રિલમાં ૫.૪૦ ટકાથી વધીને ૬.૬ ટકા પર આવી ગઇ છે. જ્યારે તેનો ૫.૬ ટકા પર હેવાનું આનુમાન હતો.