ભૂજ-

કહેવાય છે ને કે, દેશની સેવા કરવા માટે સેનામા ભરતી થતા જવાન હંમેશા દેશની સેવા માટે તત્પર રહેતા હોય છે. તે પછી સરહદ પર હોય કે નિવૃત્ત જીવન વિતાવતા હોય. આવુ જ એક ઉદાહરણ પુરુ પાડે એવા આપણી ભારતીય થલ સેનાના જવાન અને કચ્છના રાપર તાલુકાના છેવાડાના ગામ વેરસારાના વતની એવા ઉમેદસિંહ હનુભા સોઢા ૨૦૦૩માં ભારતીય સેનામા જાેડાયા બાદ નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, આસામ બોર્ડર તથા જમ્મુ કશ્મીર જેવા સવેંદનશીલ વિસ્તારોમા ફરજ બજાવી ચૂક્યા છે. અરુણાચલ ખાતેની ફરજ દરમિયાન યુનાઇટેડ નેશન અંતર્ગત તેમની પસંદગી થઈ હતી. તેઓએ સાઉથ આફ્રીકાના સાઉથ સુડાન ખાતે પણ નોકરીના ભાગ રુપે ફરજ બજાવેલી છે. પરંતુ હવે તેઓ યુવા પેઢીને ડિફેન્સમાં જાેડાવા ટ્રેનિંગ આપે છે.

પઠાણકોટ ખાતેથી ૧૭ વર્ષ ફરજ પુર્ણ થતા તેઓ નિવૃત્ત થયા હતા અને નિવૃત્તિ બાદ હાલ ભૂજમા સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે ભૂજ ખાતે શક્તિ ડિફેન્સ એન્ડ પોલીસ અકેડેમીની સ્થાપના કરી. કચ્છના યુવાનો કે જેઓ ફિઝીકલ ફિટનેસ પરીક્ષામાં યોગ્ય માર્ગદર્શનના અભાવે ઉર્તિણ થઇ શકતા નથી. તથા જે યુવાનોને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય તેવા ઉમેદવારોને નિઃશુલ્ક ટ્રેનિંગ આપે છે. ઉમેદસિંહ સેનામાં હતા તે દરમિયાનના અનુભવો તથા ટ્રેનિંગ તેઓ નવયુવાનોને શીખવાડે છે. તેમના માર્ગદર્શનનો લાભ મેળવી ઘણા યુવાનો આર્મી તથા પોલીસ ભરતીમા જાેડાઇ ચૂક્યા છે. હાલ તેમની પાસે ૬૦ જેટલા યુવાનો ટ્રેનિંગ લઈ રહ્યા છે. યુવાનોને ઉત્સાહ મળે તે માટે તેમના દ્વારા શક્તિ ડિફેન્સ એન્ડ પોલીસ અકેડેમી દ્વારા ટી-શર્ટ ભેટ રુપે આપવામા આવ્યા હતા.
આ ઉપરાંત ઉમેદસિંહ સોઢા દ્વારા બાળકોના વાલીઓને પણ અપીલ કરવામાં આવે છે કે, છોકરો હોય કે છોકરી તેમને જાે ડિફેન્સમાં જાેડાવાની ઇચ્છા હોય તો તેમને જાતે જ તેમના બાળકોને પ્રોત્સાહિત કરવા જાેઈએ અને આવી રીતે જે કોઈ ટ્રેનિંગ સેન્ટર કે એકડેમી ચાલતી હોય ત્યાં યોગ્ય માર્ગદર્શન માટે મોકલવું જાેઈએ.