ગાંધઈનગર-

ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસ રોગના કેસ દિનપ્રતિ દિન વધી રહ્યા છે આ એક પ્રકારનું ફંગસ ઇન્ફેકશન છે. જે કોરોનાના દર્દીમાં સારવાર દરમિયાન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોરોનાથી ઠીક થયેલા લોકોમાં પણ આ રોગ જોવા મળી રહ્યો છે. ત્યારે આવામાં મ્યુકોરમાઈકોસિસ બીમારીએ સરકાર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કોરોનાથી રિકવર થતા દર્દીઓને લાગુ થઈ રહેલી આ બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે. રેમડેસિવિરની કાળાબજારી અટકાવ્યા બાદ હવે મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારી અટકાવી સરકારની જવાબદારી છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસના ઈલાજમાં વપરાતા એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન સરળતાથી દર્દીઓના સગાને મળી રહે તે અંગે રાજ્ય સરકારે તજવીજ હાથ ધરી છે.


ગુદરાતની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને પણ પડતર કિંમતે એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન સરળતાથી મેળવી શકે છે. અમદાવાદમાં બે સ્થળોથી દર્દીઓના સગાઓને ઇન્જેક્શન મળશે. સોલા સિવિલ હોસ્પિટલ તેમજ SVP હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન મળશે. અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના વિતરણ માટે કમિટી બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ સોલા હોસ્પિટલ ખાતે એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનનો જથ્થો પહોંચ્યો નથી. એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન દર્દીઓના સ્વજનોએ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.