હાલોલ, તા.૧ 

પંચમહાલ જીલ્લામાં આવેલો જંગલ વિસ્તાર ખુબ જ વિશાળ હોવાથી , જીલ્લાના અનેક તાલુકાના અંતરીયાળ ગામોમાં અવાર નવાર જંગલી જનાવરો માનવ વસાહતમાં ગુસી જઈ મનુષ્યો પર કે ઢોરો પર હુમલો કરતા હોવાનું બનતું રહે છે. ત્યારે પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ અંતરીયાળ ગામમાં સોમવાર ના રોજ દિપડો માનવ વસાહતમાં ગુસી આવ્યો હતો ને ઘર આંગણે રમતા પાંચ બાળકોમાંથી એક બાળકી પર હુમલો કર્યો હતો, જ્યારે બાળકીએ બુમરાણ મચાવતા ઘરમાંથી તેના પિતા દોડી આવ્યા હતા ને લાકડીલઈ પ્રતિકાર કરતા દિપડો નાસી ગયો હતો. બાળકી ને ગળા ના ભાગે ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતી.

  ઘોઘંબા તાલુકા ના વાવકુલ્લી ગામ ખાતે સોમવારના રોજ પોતાના ઘર આંગણે રમતા પાંચ બાળકો ઉપર દિપડાએ હુમલો કર્યો હતો, જેમાં એક ૬ વર્ષની બાળકીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, બીળકોએ બુમરાણ મચાવતા બાળકીના પિતા ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા ને લાકડી લઈ પ્રતિકાર કરતા દિપડો ભાગી ગયો હતો. બાળકીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતી. અગાઉ પણ વાવકુલ્લી ગામ ખાતે દિપડાએ એક મહિલા પર પણ હુમલો કર્યો હતો. આમ ધોળે દહાડે ઘર આંગણે રમતા બાળકો પર દિપડાએ હુમલો કરતા ફફડાટ વ્યાપી ગયો હતો.