મેડ્રિડ

સ્પેનિશ લીગ રીઅલ મેડ્રિડના કેપ્ટન સર્જિયો રામોસ પગમાં ઈજાને કારણે લિવરપૂલ સામેની ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઈનલ મેચના બંને લેગ ની મેચમાંથી બહાર થઈ ગયા છે. ૩૫ વર્ષિય રામોસે તેના ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી. સ્પેનના રામોસને આ ઈજાઓ તાજેતરમાં કોસોવો સામે ૩-૧થી જીત દરમિયાન થઇ હતી અને તેની ઈજાને ગુરુવારે સ્કેન કરવામાં આવી હતી જેમાં જાહેર થયું હતું કે તેને પગમાં ઈજા થઈ હતી.

રીઅલ મેડ્રિડે લિવરપૂલ સામે ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઈનલનો પહેલો લેગ ૬ એપ્રિલના રોજ અને ત્યારબાદ બીજો લેગ ૧૪ એપ્રિલે રમવાનો છે. રામોસ બંને મેચમાંથી બહાર રહેશે. પહેલો લેગ ઘરે રીઅલ મેડ્રિડ માં રમવાનો છે. રામોસે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "આ એવી વસ્તુ છે જે મને દુખ પહોંચાડે છે. આને કારણે હું મહત્વપૂર્ણ મેચ રમવામાં અસમર્થ છું." રીઅલ મેડ્રિડ ૧૦ એપ્રિલે બાર્સિલોના સામે અલ ક્લાસિકો મેચ પણ રમશે.