વલસાડ-

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર ખૂટી પડતાં સરકારના આદેશ અનુસાર વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી વેન્ટિલેટર લેવા 2 વાહનો મોકલવામાં આવ્યા હતા. જોકે, વલસાડ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ વેન્ટિલેટર મોકલવા માટે આવેલા વાહનો અત્યાધુનિક અને લાખો રૂપિયાની કિંમતના વેન્ટિલેટર મશીન કચરા ભરવાના ટેમ્પોમાં ભરીને મોકલવામાં આવ્યા હતા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં 200થી વધુ વેન્ટિલેટર મશીનો સુરતની સ્મીમેર હોસ્પિટલ માટે કચરા ભરવાના 2 ટેમ્પોમાં લઇ જવાયા હતા. જોકે, માર્ગમાં કેટલાક મીડિયા કર્મીઓને આ ટેમ્પો દેખાઈ જતા તેમણે પૂછપરછ કરી હતી. વધુમાં લાખોની કિંમતના વેન્ટિલેટર મશીન ખુલ્લામાં કેમ લઈ જવામાં આવી રહ્યા છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ટેમ્પો ચાલકોએ પણ આ સમગ્ર બાબતે મૌન સેવ્યું હતું. કચરા ભરવાના ટેમ્પોમાં લાખોની કિંમતના વેન્ટિલેટર મશીન ખુલ્લામાં ભરીને લઇ જવાતા હતા. જે બાબતની ગંભીરતા જોતા સમગ્ર મામલો વલસાડ જિલ્લા કલેકટરને સામે આવ્યો હતો. વલસાડ જિલ્લા કલેક્ટરે આ સમગ્ર બાબતે તપાસ કરી રિપોર્ટ આપવા માટે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને સૂચન કર્યું છે. આમ, આ સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.