ઇસ્લામાબાદ-

આતંકવાદના પિતા સમાન દેશ પાકિસ્તાનને ઇન્ટરનેશનલ ટ્રાઇબ્યુનલે 8.5 અબજ ડૉલર્સનો દંડ ફટકાર્યો હતો. પાકિસ્તાન કાકલૂદી કરી રહ્યું હતું કે અમારા પર રહમ કરો, પ્લીઝ. આટલો મોટો દંડ અમે ચૂકવીએ તો કોરોના સામેની હાલની લડત અમારે પડતી મૂકવી પડશે. ઓસ્ટ્રેલિયાની એક ખનન કંપનીને આપેલો કોન્ટ્રે્‌ક્ટ રદ કરવાના અપરાધ બદલ ઇન્ટરનેશનલ ટ્રાઇબ્યુનલે પાકિસ્તાનને આ દંડ ફટકાર્યો હતો. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના રેકો ડીક જિલ્લામાં સોનાની, તાંબાની અને અન્ય ખનિજ સંપદાની વિવિધ ખાણ છે. ઇમરાન ખાનની સરકાર આ ખાણોને પોતાની રાષ્ટ્રીય સંપત્તિ સમજે છે.

પાકિસ્તાનની સરકારે ટેથયૉન કૉપર નામની ઓસ્ટ્રેલિયન કંપનીને આપેલો ખોદકામનો કોન્ટ્રેક્ટ પૂરતી નોટિસ કે વાજબી કારણ વિના રદ કર્યો હતો. આ કંપનીએ ઇન્ટરનેશનલ ટ્રાઇબ્યુનલ સમક્ષ રાવ કરી હતી અને ટ્રાઇબ્યુનલે પાકિસ્તાનને જવાબદાર ગણાવીને દંડ ફટકાર્યો હતો. ટેથયૉન કૉપરમાં બેરીક ગોલ્ડ કોર્પોરેશન ઑફ એાસ્ટ્રેલિયાની અને ચીલીની એંટોફગસ્ટો પીએલસીનીન પચાસ પચાસ ટકા ભાગીદારી હતી. પાકિસ્તાને વર્લ્ડ બેંક ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પૂટ પાસેથી દંડ વસૂલ કરવાની વિનંતી કરી હતી જેના પર ટ્રાઇબ્યુનલ વિચાર કરી રહી હતી.

બલુચિસ્તાન સરકારે આ ખાણના ખોદકામ માટે પોતાની એક સ્વતંત્ર કંપની સ્થાપી હતી. કોમોડિટીઝના વધી રહેલા ભાવ જાેતાં સરકારની દાઢ સળકી હતી અને વધી રહેલા ભાવનો ગેરલાભ લેવા સરકારે ઓસ્ટ્રેલિયન કંપનીને આપેલો કોન્ટ્રેક્ટ રદ કર્યો હતો. પાકિસ્તાને સંબંધિત કંપની સાથે સમાધાનની ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ કંપનીએ રસ દેખાડ્યો નહોતો. પાકિસ્તાન અત્યારે ચારે તરફથી ઘેરાયેલું છે. ઇમરાન ખાન વડા પ્રધાન બન્યા પછી એક કે બાદ એક એવી પરિસ્થિતિ સર્જાઇ હતી કે પાકિસ્તાન દેવાળિયું થઇ ગયું હોવાની છાપ દુનિયા સમક્ષ પડી હતી. એમાં સાઉદી અરેબિયા જેવા મિત્ર દેશો સાથે પાકિસ્તાન જાણ્યે અજાણ્યે સંબંધ બગાડી બેઠું હતું.