દિલ્હી-

સ્ત્રી શક્તિનું સમ્માન એ કોઈપણ સમાજ માટે સર્વોપરી હોય છે. આ ભાવનાની ઉજવણી કરવા માટે દેશમાં આજે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે.


જેને લઈ આજે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા હતી. વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કરીને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી.


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઘણા નેતાઓએ મહિલાઓને સલામ કરી હતી.