વડોદરા, તા.૨૩

કોરોના મહામારીમાં લોકોને ધંધા, રોજગારીમાં વ્યાપક અસર થઇ છે. આવી પરિસ્થતિમાં એકસાથે ફી ભરવી મુશ્કેલ છે. ત્યારે સેમીસ્ટર પ્રમાણે ફી લેવાની માગ સાથે યુનિ. જીએસ.એ રજીસ્ટ્રારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. આમ.એસ.યુનિ.ના જીએસ રાકેશ પંજાબીએ રજુઆતમાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારી ચાલી રહી છે તેવા સમયે ફીના બાબતે અગાઉ પણ રજુઆત કરવામાં આવી છે કે, સેમેસ્ટર પ્રમાણે ફી લેવામા આવી જેથી વાલીઓને આર્થિક ભાર ના આવે. આવા મહામારીના સમયે ધંધા, રોજગારને અસર થઇ છે. આવી પરિસ્થતિમાં ફી સાથે ભરી નહીં શકાય તેથી સેમેસ્ટર પ્રમાણે ફી લેવામાં આવે.

આવનારી સિન્ડિકેટની બેઠકમાં આ મુદ્દો લેવામાં આવે અને અમને જાણ કરવામાં આવે કે આ મુદ્દો સિન્ડિકેટનીમાં લેવાયો કે નહીં. જા ૨૪ કલાકમાં જવાબ ના મળ્યો તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.